જમ્મુ – કાશ્મીરના પુલવામામાં ભાજપ નેતા રાકેશ પંડિતની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી


(જી.એન.એસ.)પુલવામા
જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભાજપના નેતા રાકેશ પંડિતાની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. પંડિતાને તેમના ઘર પાસે જ ગોળી મારવામાં આવી છે. ગંભીર સ્થિતિમાં પંડિતાને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું. રાકેશ પંડિતા પુલવામા જિલ્લામાં ત્રાલ શહેરના નગર અધ્યક્ષ હતા.
જમ્મુ કાશ્મીર પોલીસે ટ્‌વીટ કરી ઘટનાની પૃષ્ટી કરી છે. પોલીસે ટ્‌વીટ કર્યુ, ત્રાલમાં આતંકવાદીઓએ એક કાઉન્સિલર રાકેશ પંડિતાની ગોળી મારીને હત્યા કરી છે. શ્રીનગરમાં ૨ પીએસઓ અને સુરક્ષિત હોટલ ઘર આપવા છતા રાકેશ પીએસઓ વગર ત્રાલ જતા રહ્યા હતા. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
કાશ્મીરના આઇજી વિજય કુમારે કહ્યુ કે ત્રાલમાં નગરકાઉન્સિલર રાકેશ પંડિતા સોમનાથની આજે સાંજે ત્રણ અજાણ્યા આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે, તેમણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યા તેમનું મોત થયુ હતું.
આ નાપાક ઘટનાને અંજામ આપીને આતંકી ત્યાથી ફરાર થઇ ગયા હતા. ફાયરિંગનો અવાજ સાંભળતા જ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘાયલ અવસ્થામાં જમીન પર પડેલા રાકેશ પંડિતાને ઉઠાવીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યા ડૉક્ટરે તેમણે મૃત જાહેર કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યુ કે આતંકીઓના ગોળીબારામાં એક મહિલા ઘાયલ થઇ હતી. ઘાયલ મહિલાની ઓળખ આસિફા મુશ્તાક તરીકે થઇ છે અને તે પંડિતાની મિત્રની દીકરી હતી.
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ હુમલાની ટિકા કરી છે, તેમણે લખ્યુ કે રાકેશ પંડિતા પર થયેલો હુમલો સાંભળીને દુખ થયુ. તે આ હુમલાની નિંદા કરે છે અને પંડિતાના પરિવાર સાથે તેમની સંવેદનાઓ છે, તેમણે આગળ લખ્યુ કે આતંકી ક્યારેય પણ પોતાના નાપાક ઇરાદામાં સફળ નહી થાય અને તેમાં સામેલ લોકોને સજા જરૂર મળવી જાેઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!