રાષ્ટ્રીય આદિજાતિ કલા મહોત્સવ ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ત્રણ દિવસ માટે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે શુભારંભ કરવામાં આવશે

દાહોદ તા.૦૨

આદિવાસીઓનો વૈવિધ્ય પૂર્ણ સાંસ્કૃતિ કલા વારસો જગ વિખ્યાત છે જેથી આદિવાસી સમાજની નવી પેઢીને આ અમુલ્ય વારસાનું જતન થાય, ગૈારવ થાય, આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને રાજય સરકાર દ્રારા આદિવાસીઓની કલા અને સંસ્કૃતિના રક્ષણ, સંવર્ધન અને પ્રચાર પ્રસાર માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહયા છે. તે પ્રયાસોના ભાગરૂપે આદિવાસીઓની કલા-સંસ્કૃતિ અંગેના કાર્યક્રમો દેશ ભરમાં હાથ ધરીને આદિવાસી કલા સંસ્કૃતિ અંગેના કાર્યક્રમો દેશ ભરમાં હાથ ધરીને આદિવાસી કલા સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્રારા દેશભરની આદિવાસીઓની કલા અને સંસ્કૃતિના જતન માટે પ્રોત્સાહન મળે આમ જનતા આદિવાસી સંસ્કૃતિને નિહાળી શકે તથા વિવિધ રાજયોના તથા ગુજરાતના આદિવાસી સમૃદાયોને પોતાની પરંપરાગત કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવાનો અવકાશ મળી રહે તે ધ્યાનમાં રાખીને દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય આદિજાતિ કલા મહોત્સવ તા. ૩/૨/૨૦૧૯થી તા. ૫/૨/૨૦૧૯ સુધી ત્રણ દિવસ માટે યોજાશે. આ કલા મહોત્સવને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા. ૩/૨/૨૦૧૯ ના રોજ સવારે ૧૦=૦૦ કલાકે શુભારંભ કરવામાં આવશે

આ હસ્તકલા મેળામાં દેશના વિવિધ રાજયોના તથા ગુજરાત મળી કુલ – ૧૦૦ આદિવાસી હસ્ત-કલા સ્ટોલ્સ સાથે કુલ-૨૫૦ આદિવાસી હસ્ત-કલાકારો પોતાની હસ્ત કલાનું વેચાણ અને પ્રદર્શન કરશે. મેળામાં પરંપરાગત આદિવાસી ફુડ કોર્નરના માધ્યમથી આદિવાસી આહારનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવશે. તે સાથે આ કાર્યક્રમ અંતર્ગત દરરોજ સાંજે ૫.૦૦ કલાકથી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજયની પ્રખ્યાત ૧૦ આદિવાસી નૃત્ય ટીમો ભાગ લેશે. અન્ય રાજયો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ,છત્તીસગઢ, ઝારખંડ, ગોવા અને મહારાષ્ટ્ર રાજયમાંથી કુલ-૬ આદિવાસી નૃત્ય ટીમો કાર્યક્રમમાં ભાગ લેશે આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત દેશભરની અને ગુજરાતની નામાંકિત કુલ-૧૬ આદિવાસી નૃત્ય ટીમોના ૩૫૦ જેટલા આદિવાસી નૃત્ય કલાકારો પોત-પોતાના નૃત્યના માધ્યથી પોતાની આગવી સાંસ્કૃતિક પરંપરાનું પ્રદર્શન કરશે. એમ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: