રિઝર્વ બેન્કે સામાન્ય લોકોને કોરોના કાળમાં રાહત ન આપી : રેપો રેટ યથાવત્‌ : જીડીપી અનુમાન ઘટાડી ૯.૫ ટકા રખાયું : રેપો રેટ ૪ ટકા તો રિવર્સ રેપો રેટ ૩.૫ ટકા યથાવત્‌ : ફુગાવાનો દર ૨૦૨૧ – ૨૨માં ૫.૧ ટકા રહેવાનુ અનુમાન દર્શાવ્યું : દેશનું વિદેશી મુદ્રા ભંડોળ ૫૯૮.૨ અરબ ડોલરના રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચી ગયું : ટૂરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરને ૧૫ હજાર કરોડની રાહત

(જી.એન.એસ.)મુંબઇ,તા.૪
ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજ દરોમાં કોઇ બદલાવ કર્યો નથી. રેપો રેટ ૪ ટકા પર યથાવત રાખ્યો છે. બીજી તરફ રિવર્સ રેપો રેટ ૩.૫ ટકા યથાવત રાખ્યો છે. આરબીઆઇ ગવર્નર નાણાકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામની જાહેરાત કરી હતી.
આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે અર્થવ્યવસ્થાને લઈ કેટલાક સેક્ટરોને આશાનું કિરણ ગણાવ્યું. તેઓએ કહ્યું કે, તેમણે જણાવ્યું કે સામાન્ય ચોમાસાનું અનુમાન, કૃષિ ક્ષેત્રની ક્ષમતા અને ગ્લોબલ રિકવરીના કારણે આર્થિક ગતિવિધિઓમાં તેજી આવી શકે છે.
બેન્ક રેટ ૪.૨૫ ટકા યથાવત છે. આરબીઆઇ ગવર્નરે કહ્યુ, નાણાકીય વર્ષ ૨૧ માટે રિયલ જીડીપી -૭.૩ ટકા પર રહેશે, તેમણે કહ્યુ, સારા ચોમાસાથી ઇકોનોમીમાં રિવાઇવલ સંભવ છે. ગ્રોથ પરત લાવવા માટે પોલિસી સપોર્ટ ઘણો મહત્વનો છે. રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨ માટે ગ્રોથ રેટનું અનુમાન ઘટાડી દીધુ છે. આરબીઆઇ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથ રેટ ૯.૫ ટકા રહેશે. પહેલા રિઝર્વ બેન્કે ૧૦.૫૦ ટકાનું અનુમાન લગાવ્યુ હતું.ગવર્નરે કહ્યુ કે જ્યાર સુધી કોવિડની અસર પૂર્ણ નથી થતી ત્યાર સુધી અકોમડેટિવ નજરીયો યથાવત રાખવામાં આવશે, તેમણે કહ્યુ કે ગ્લોબલ ટ્રેડ સુધરવાથી એક્સપોર્ટમાં સુધારો થશે.
કોરોનાના કહેરના કારણે ધંધા-રોજગારને માઠી અસર પડી છે એમાંય ખાસ કરીને ટૂરિઝમ અને હોસ્પિટલિટી સેક્ટર સાવ બર્બાદ થઈ ગયું છે. આ સ્થિતિમાં ફરી આ સેક્ટરને બેઠું કરવા માટે આરબીઆઈએ મોટી રાહત આપી છે. શુક્રવારે રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે સમીક્ષા બેઠક બાદ જણાવ્યુંકે, બેંકોના માધ્યમથી આ સેક્ટરમાં રાહત આપવામાં આવશે. ૧૫ હજાર કરોડ રૂપિયાની નકદ વ્યવસ્થા આ સેક્ટરોને લોન આપવા માટે કરવામાં આવી છે. એના માધ્યમથી બેંકો ખાસ કરીને ટૂર-ટ્રાવેલ્સ, રેસ્ટોરેંટ, પ્રાઈવેટ બસ, સલુન, એવિએશન એસિલિયરી સેવા સહિતના ધંધાને ફરી બેઠાં કરવા માટે ખુબ જ સસ્તા દરે લોન આપશે.
જીડીપી ગ્રોથના અનુમાનને લઈ શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે વાસ્તવિક અનુમાન ૯.૫ ટકા રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિના અનુમાનને ૧૦.૫ ટકાથી ઘટાડીને ૯.૫ ટકા કરી દીધું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે સીપીઇઆઇ ઇન્ફેલશનનું અનુમાન ૫.૧ ટકા કરવામાં આવ્યું છે.
શક્તિકાંત દાસે કહ્યું હતું કે અર્થવ્યવસ્થાને સપોર્ટ આપવા માટે આરબીઆઈ ૧૭ જૂને ૪૦ હજાર કરોડ રૂપિયાની જી-સિક્યોરિટીઝ(ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ) ખરીદશે. બીજા ત્રિમાસિકમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયાની જી-સિક્યોરિટીઝ ખરીદવામાં આવશે. આરબીઆઈ ગવર્નરે વધુમાં કહ્યું હતું કે ભારતનો વિદેશી પૂંજી ભંડાર ૬૦૦ બિલિયન ડોલરની પાર જઈ શકે છે. એમપીસીએ ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી વાર્ષિક મોંઘવારી દરને ૪ ટકા પર જાળવી રાખવાનું લક્ષ્ય આપ્યું છે.
આરબીઆઇના અનુમાન મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં જીડીપી ગ્રોથ ૯.૫ ટકા રહી શકે છે. આ આંકડો સારો છે. જાેકે, રિઝર્વ બેંકે પહેલાં કરેલાં અનુમાન એટલેકે, ૧૦.૫ ટકા કરતા ઓછો છે. ગર્વનરે કહ્યુંકે, આ વર્ષે ચોમાસુ પણ સારું રહેશે તેવું અનુમાન છે. જેને કારણે ગ્રામીણ વસ્તુઓની માગ વધશે. જેનાથી જીડીપીને ખુબ મજબુતી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: