દાહોદ તા.૦૪
દાહોદ તાલુકાના ખરોદા ગામે એક પરણિતાએ પોતાના પતિના ત્રાસથી વાજ આવી ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સંબંધે પરણિતાના પિતાએ પોતાના જમાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૯મી મેના રોજ દાહોદ તાલુકાના ખરોદા ગામે મછાર ફળિયામાં રહેતી એક ૨૫ વર્ષીય પરણિતા મીનાબેન દિલીપભાઈ ભાભોરને તેના પતિ દિલીપભાઈ સુરતાનભાઈ ભાભોર દ્વારા છેલ્લા બે વર્ષથી ગમે તે કારણોસર શારિરીક અને માનસીક ત્રાસ આપતો હતો. આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા મીનાબેને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવી લેતાં આ સંબંધે મૃતક મીનાબેનના પિતા દલસીંગભાઈ કાળીયાભાઈ કિશોરી (રહે. કાંકરાકુવા, મછાર ફળિયું, તા.ઝાલોદ, જિ. દાહોદ) નાએ પોતાના જમાઈ દિલીપભાઈ સુરતાનભાઈ ભાભોર વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.