લીમખેડા તાલુકાના રઈ ગામે મહિલા સહિત પાંચ ઈસમોના ટોળાએ એક મહિલાને માર મારી એક છેડતી કરતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રઈ ગામે મહિલા સહિત પાંચ જેટલા ઈસમોના ટોળાએ ગેરકાયદે મંડળી બનાવી ગામમાં રહેતી એક મહિલાના ઘરે જઈ બેફામ ગાળો બોલી મહિલાની ખેંચતાણ કરી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી મહિલાના કપડા ફાંડી નાંખી એકે મહિલાની છેડતી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
રઈ ગામે સુથાર ફળિયામાં રહેતાં જીજ્ઞેશભાઈ શંકરભાઈ સુથાર, વાઘાભાઈ કાળુભાઈ સુથાર, શંકરભાઈ વાઘાભાઈ સુથાર, બાબુભાઈ પર્વતભાઈ સુથાર અને મંજીલાબેન શંકરભાઈ સુથારનાઓ ગત તા.૦૬ જુનના રોજ રઈ ગામે રહેતી એક મહિલાના ઘરે આ ટોળુ આવ્યંું હતું અને મહિલા સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલી, મહિલાની ખેંચતાણ કરી હતી અને મહિલાના કપડા ફાડી નાંખી જીજ્ઞેશભાઈએ મહિલાની છેડતી કરી તમામે ભેગા મળી મહિલાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે મહિલા દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.