વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી : ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે, ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું


(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૭
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંજે ૫ વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. અગાઉ પીએમઓ દ્વારા ટ્‌વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રના નામે સંબોધન કરશે. જે બાદ તમામ લોકોની નજર પીએમ મોદીના સંબોધન પર હતી. ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફતમાં આપવામાં આવશે
આપણામાંથી ઘણા લોકોએ પોતોના પરિવારજનોને ગુમાવ્યા છે. આવા લોકો સાથે મારી પૂરી સંવેદના છે. સાથીઓ છેલ્લા ૧૦૦ વર્ષોમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ ના જાેઈ હતી અને અનુભવી પણ ના હતી. આટલી મોટી વૈશ્વિક મહામારી સામે આપણો દેશ ઘણા મોરચા પર એક સાથે લડ્યો છે. કોવિડ હોસ્પિટલ બનાવવાથી લઇને આઈસીયૂ, વેન્ટિલેટરથી ટેસ્ટિંગ લેબનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું.
રાષ્ટ્રના નામે સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું – બીજી લહેરમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ અકલ્પનીય રૂપથી વધી ગઈ હતી. ભારતના ઇતિહાસમાં આટલા ઓક્સિજનની જરૂરિયાત ક્યારેય થઈ નથી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવ્યું. ઓક્સિજન રેલ, એરફોર્સ વિમાન, નૌસેનાના જહાજને લગાવવામાં આવ્યા હતા.
કોરોના જેવી અદ્રશ્ય અને રૂપ બદલનાર દુશ્મન સામેની લડાઇમાં સૌથી પ્રભાવી હથિયાર કોવિડ પ્રોટોકોલ છે. માસ્ક અને બે ગજની દૂરી જ અચૂક હથિયાર છે. વેક્સીન આપણા માટે સુરક્ષાની કવચની જેમ છે. આખા વિશ્વમાં વેક્સીન માટે જે માંગ છે તેની સરખામણીમાં ઉત્પાદન કરનાર દેશ અને વેક્સીન બનાવનાર કંપનીઓ ઘણી ઓછી છે.
તમે છેલ્લા ૫૦-૬૦ વર્ષનો ઇતિહાસ જાેશો તો ભારતને વિદેશોથી વેક્સીન મેળવવામાં દશકો લાગી જતા હતા. પોલિયોની વેક્સીન હોય કે સ્મોક પોક્સની વેક્સીન હોય કે હેપિટાઇસ બી ની વેક્સીન હોય. તેના માટે દેશવાસીઓએ દશકો સુધી રાહ જાેઈ હતી. ૨૦૧૪માં દેશવાસીઓએ અમને સેવા કરવાની તક આપી તો ભારતમાં વેક્સીનેશનનું કવરેજ ફક્ત ૬૦ ટકા આસપાસ હતું. આપણી દ્રષ્ટીમાં આ ઘણી ચિંતાની વાત હતી. જે ઝડપથી ભારતમાં ટિકાકરણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે ઝડપથી દેશને ૧૦૦ ટકા ટિકાકરણના લક્ષ્યને મેળવવામાં લગભગ ૪૦ વર્ષ લાગી જાત.એક્સપ્રેસ ટ્રેનની બોગીઓ ઘોટકી પાસે પરસ્પર અથડાઇઃ ૫૦થી વધુ લોકો ઘાયલ
પાકિસ્તાનમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માતઃ ૩૦ના મોત

(જી.એન.એસ.)ઇસ્લામાબાદ,તા.૭
પાકિસ્તાનમાં સોમવારે સવારના સમયે એક ભારે મોટી રેલવે દુર્ઘટના ઘટી છે. સિંધના ડહારકી વિસ્તારમાં ૨ ટ્રેન સામસામે અથડાવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં ૩૦થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને ૫૦ કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી છે.
મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચે થયેલી આ અથડામણમાં મૃતકઆંક હજુ પણ ઉંચો જાય તેવી શક્યતા છે કારણ કે અનેક લોકો હજુ પણ બોગીઓમાં ફસાયેલા છે. જાણવા મળ્યા મુજબ મિલ્લત એક્સપ્રેસની બોગીઓ ઘોટકી પાસે અનિયંત્રિત થઈને બીજા ટ્રેક પર પડી હતી અને સામેથી આવી રહેલી સર સૈયદ એક્સપ્રેસ સાથે તેની અથડામણ થઈ હતી. આ કારણે મિલ્લત એક્સપ્રેસની ૮ અને સર સૈયદ એક્સપ્રેસની એન્જિન સહિત ૪ બોગીઓ ટ્રેક પરથી ઉતરી ગઈ હતી.
વહેલી સવારે ૩ઃ૪૫ કલાકે આ દુર્ઘટના બની હતી જ્યારે મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. દુર્ઘટનાના ૪ કલાક બાદ પણ કોઈ અધિકારી ઘટના સ્થળે નહોતા પહોંચ્યા અને હેવી મશીનરી પણ નહોતી પહોંચાડાઈ. ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ટ્રેન કાપવી પડશે પરંતુ અકસ્માતના અનેક કલાકો બાદ પણ મોટા મશીનો ત્યાં નહોતા પહોંચ્યા. જ્યારે ઘાયલોને ટ્રેક્ટર ટ્રોલી દ્વારા લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાના કારણે અનેક ટ્રેનના પરિવહનને અસર પહોંચી હતી.
આ પહેલાં માર્ચ મહિનામાં પણ કરાચી એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના ઘટી હતી. ટ્રેન લાહોરથી નીકળી હતી અને સુક્કુર પાસે એના ૮ કોચ ટ્રેક પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હતું અને ૪૦ મુસાફરો ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: