આતંકી હુમલા શહીદ થયેલા સી આર પી એફ ના જવાનો ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી આતંકી ઓ ના પુતળા દહન કરવામાં આવ્યું
દાહોદ તા.૧૫
જમ્મુ કાશ્મીરના પુલવામાં સી.આર.પી.એફ. જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો છે અને આ આતંકી હુમલામાં ૪૪ જેટલા જવાનો શહીદ પણ થયા છે જેને પગલે સમગ્ર સમગ્ર દેશમાં જન આક્રોશ પણ ફેલાવા પામ્યો છે. આ સમગ્ર ઘટનાથી દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ જન આક્રોશ વ્યાપી રહ્યો છે અને સાથે સાથે શહીદોના પરિવારો પ્રત્યે પણ સહાનુભુતિ વ્યક્ત કરી રહ્યા છે. દાહોદ શહેરમાં આ આતંકી હુમલાના સમાચાર લોકોમાં પ્રાપ્ત થતાં જ અનેક પ્રસંગોની તારીખો બદલવામાં આવ્યા છે તો કેટલાક કાર્યક્રમો મુલત્વી પણ રાખવામાં આવ્યા છે અને દાહોદ શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ,અનેક સંગઠનો, રાજકીય પાર્ટીઓ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યુ છે.
પુલવામાં ગતરોજ ૨૫૦૦ સી.આર.પી.એફ.જવાનોનો કાફલાને આતંકીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હતો અને લશ્કરની બે ગાડીઓ ઉપર આતંકવાદીઓએ હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા છે. અને ૪૫ થી વધુ જવાનો ઘાયલ પણ થયા છે. આ સમગ્ર ઘટનાને પગલે દેશમાં જન આક્રોશ સાથે રોષ ભભુકી રહ્યો છે અને જવાનોના પરિવારજનો પ્રત્યે લોકો સહાનુભુતિ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ પગલે દાહોદ શહેર જિલ્લામાં અનેક કાર્યક્રમોની તારીખોમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે જ્યારે કેટલાક નાના મોટા કાર્યક્રમો મુલત્વી પણ રાખવામાં આવ્યા છે જેમાં દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર,દાહોદ દ્વારા યોજાનાર કાર્યક્રમમાં ફેરફાર કરી શબ્દના સુમનથી શહીદોને નમન કાવ્યાંજલિ આજરોજ રાત્રીના ૮.૪૫ કલાકે યોજવામાં આવ્યો હતો અને જેમાં શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યારે બીજી તરફ શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેન્ડલ માર્ચ સાંજના ૬.૪૫ કલાકે નગરપાલિકા ચોકથી નીકાળવામાં આવી હતી. શ્રી દશાનીમા વણિક સમાજ,દાહોદ દ્વારા પણ શહીદોની યાદમાં શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાંજના ૭ કલાકે શ્રી ગોવર્ધન ચોક,દેસાઈવાડ,દાહોદ ખાતે આ કાર્યક્રમ યોજી શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મુસ્લીમ સમાજ દ્વારા પણ શહેરના પટણી ચોક ખાતે આજરોજ ભેગા થઈ શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી ત્યાર બાદ આંતકવાદીઓનુ પુતળા દહનનો કાર્યક્રમ યોજી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ભાજપ કાર્યલય ખાતે પણ અગ્રણીઓ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી. એ.પી.એમ.સી. ખાતે પણ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં એક દીપક શહીદો કે નામ સાથે શહીદોની તસ્વીરોને પુષ્પાજંલિ અર્પણ કરી બે મીનીટનું મૌન પાળવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમાં એ.પી.એમ.સી.ના ચેરમેન,વાઈસચેરમેન સહિત વેપારી વર્ગ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યો હતો જ્યારે બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ,દાહોદ દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ અને જણાવ્યુ હતુ કે, આ આતંકીઓ સામે સરકાર કડકમાં કડક પગલા ભરે એવી અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપÂસ્થત રહ્યા હતા. આ ઉપરાંત શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સંગઠનો વિગેરે દ્વારા પણ બે મીનીટનુ મૌન પાણી શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આતંકવાદીઓનો ખાત્મો કરવા આક્રોશ વ્યક્ત કર્યાે હતો.