દેવગઢ બારીયાના સાગારામા ગામ પાસેથી ખેરના લાકડા ભરેલી કવોલીસ ગાડી ને ફિલ્મી ઢબે પીછો કરી વનવિભાગે પકડી પાડતા લાકડા ચોરો માં ફફડાટ : બાતમી આધારે જુના બારિયા ગામથી મહેન્દ્ર ચોકડી સુધી નાકાબંધી કરી હતી : આઠ થી દસ કિ.મી.થી વધુ પીછો કરી ગાડી ઝડપી પાડી

દેવગઢબારિયા તાલુકાના સાગારામાં ગામેથી ખેરના લાકડા ભરેલી ગાડી ને વનવિભાગ દ્રારા ફિલ્મી ઢબે પીછો કરી ચાલાક સાથે ઝડપી પાડી વધું કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીઆ તાલુકાના મેન્દ્રા ગામેથી કવોલિશ ફોરવ્હીલર ગાડી નંબર જી જે 06 બીએ 9153 માં ખેર નાં લાકડાં ભરી ને પસાર થવા ની છે જેવી સાગારામાં ગામેથી પસાર થવાની બાતમી દેવગઢ બારીયા રેન્જ ના આર એફ ઓ પુરોહિત ને મળતા તેમને વહેલી સવાર ના જુનાબરિયા થી મેન્દ્રાં ચોકડી સુધી નાકા બંધી કરાવી હતી અને બાતમી વાળી ગાડી ની રાહ જોતા હતાં તે વખતે બાતમી વાળી ગાડી આવતા તેને ઉભી રખવતા ગાડી ના ચાલકે ગાડી ત્યાંથી ભગાવી મુકતા વન વિભાગના કર્મીઓ પણ આ ગાડીનો પીછો કર્યો હતો ત્યારે કવોલીશ ગાડી ના ડ્રાઈવર પોતાની ગોધરા તરફ ભગાવતા વન કર્મીઓએ તેનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીને સાગારામા ગામ થી આગળ આ બાતમી વાળી ગાડી ને રોકે લઈ તેના ચાલક ને ઝડપી પાડી તેનું નામ ઠામ પૂછ તા તેનું નામ અંનશ હસન સુઢીયા રહે ગોધરાનું હોવાનું જણાવેલ અને તે ગાડીમાં પાછળના ભાગે જોતા ખેરના લાકડા ના ટુકડા નંગ 21 ભરેલા મળી આવેલ જૈન ની કિંમત રૂપિયા 20,000 તેમજ પોલીસ ગાડી ની કિંમત ૮૦ હજાર મળી કુલ એક લાખનો મુદ્દામાલ કબજે લઇ ચાલક અનશ હસન સુડિઆ વિરૂદ્ધ ગેરકાયદેસર લાકડાં ચોરી નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ લાકડાચોરો ને ઝડપી પાડતા અન્ય લાકડાચોરો માં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: