ઝાલોદ તાલુકાના બલેન્ડીયા ગામે બે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ લુંટાયાં : રૂા.૨૭ હજારનો મુદ્દામાલ લુંટી લુંટારૂઓ ફરાર
દાહોદ તા.૦૯
ઝાલોદ તાલુકાના બલેન્ડીયા ગામે ફાઈનાન્સ કંપનીના પૈસાની ઉઘરાણી કરી નાણાં લઈ મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહેલા બે કર્મચારીઓને અજાણ્યા ચોર, લુંટારૂઓએ દ્વારા મોટરસાઈકલ પર સવાર થઈ આવી ફાઈનાન્સ કંપનીના કર્મચારીને માર મારી તેઓની પાસેથી રોકડા રૂપીયા ૨૫,૩૦૦ તેમજ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૨૭,૮૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારૂઓ નાસી જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આશિષભાઈ ગુલાબભાઈ બારીયા (રહે. નાના આંબલીયા, તા.સીંગવડ,જિ.દાહોદ) અને તેની સાથે અન્ય એક વ્યક્તિ બચુભાઈ આ બંન્ને જણા ફાઈનાન્સ કંપનીમાં કામ કરે છે. ગત તા.૦૭ જુનના રોજ આશિષભાઈ અને તેમની સાથેનો સહ કર્મચારી બંન્ને પોતાની અલગ અલગ મોટરસાઈકલ પર સવાર થઈ ફાઈનાન્સ કંપનીના નાણાં રૂા.૨૫,૩૦૦ લઈ બેગમાં ભરી બલેન્ડીયા ગામેથી સાંજના ૦૬ વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન અજાણ્યા ત્રણ જેટલા ચોર, લુંટારૂઓ મોઢે રૂમાલ બાંધી, હાથમાં પથ્થરો લઈ દોડી આવ્યાં હતાં અને આશિષભાઈ અને બચુભાઈને લાકડી વડે, પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી તેઓની પાસેના રૂા.૨૫,૩૦૦, એક મોબાઈલ ફોન, આધાર કાર્ડ તેમજ બંન્ને મોટરસાઈકલોની ચાવીઓ લઈ નાસી ગયાં હતાં.
આ સંબંધે લુંટનો ભોગ બનેલ આશિષભાઈ હુલાબભાઈ બારીયાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી લુંટારૂઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

