દાહોદ જિલ્લામાં મોટરસાઈકલ ચોર ટોળકીનો તરખા : એકસાથે ત્રણ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં ચકચાર
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ મોટરસાઈકલ ચોરોએ તરખાટ મચાવી કુલ ૦૩ મોટરસાઈકલોની ઉઠાંતરી કરી લઈ નાસી જતાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી મોટરસાઈકલ ચોરીની ઘટનામાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. મોટરસાઈકલ ચોર ટોળકીને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાંથી વધુ ૦૩ મોટરસાઈકલ ચોરીની ઘટના સામે આવી છે જેમાં પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના કંજેટા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૩ જુનના રોજ કંજેટા ગામે ચોકડી નજીક રહેતાં સંદિપકુમાર મોતીભાઈ માલીવાડે પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલ કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સંદિપકુમાર મોતીભાઈ માલીવાડે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના આમલી ઝોઝ નાડાતોડ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૧ જુનના રોજ દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે પટેલ ફળિયામાં રહેતાં નટુભાઈ કાનજીભાઈ કોળી આમલી ઝોન નાડાતોડ ગામે કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને તેઓએ પોતાની મોટરસાઈકલ આ વિસ્તારમાં લોક મારી હતી તેઓની સાથે અન્ય એક વ્યક્તિએ પણ પોતાની મોટરસાઈકલ આજ વિસ્તારમાં લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બંન્ને મોટરસાઈકલની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે નટુભાઈ કાનજીભાઈ કોળીએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.