ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય સંકલ્પ મોટરસાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ તા.૨
સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક જ દિવસે ભવ્ય વિજય સંકલ્પ મોટરસાઈકલ રેલીનું આયોજન કરવાનુ નક્કી કર્યુ હતુ. આ સંદર્ભે આજરોજ દાહોદ શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો,કાર્યકરો દ્વારા ભવ્ય મોટરસાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આજે શનિવારના રોજ સવારે ૧૦ કલાકે સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક જ દિવસે વિવિધ સ્થળોએ ભવ્ય વિજય સંકલ્પ મોટરસાઈકલ રેલીનું આયોજન કરવાનુ નક્કી કર્યુ હતુ. આ ઉપલક્ષમાં દાહોદ શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર ચોક,પડાવ,દાહોદ વિસ્તાર ખાતેથી ભવ્ય મોટરસાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મોટરસાઈકલ રેલીમાં ભારતીય જનતાના આગેવાનો,કાર્યકરો,મહિલા કાર્યકરો,બાળકો વિગેરે મોટી સંખ્યામાં જાડાયા હતા. આ મોટરસાઈકલ રેલી શહેરના વિવિધ માર્ગાે ઉપર ફરી પરત નિર્ધારિત સ્થળે પહોંચી હતી.
—————————————