ઝાલોદમાં એક ૨૫ વર્ષીય યુવતીના બેન્ક ખાતામાં અજાણ્યા ઈસમે રૂા.૮૦ હજાર સેરવી લીધાં

દાહોદ તા.૧૦

ઝાલોદ તાલુકામાં રહેતાં એક ૨૫ વર્ષીય યુવતીના બેન્ક ખાતામાં કોઈ અજાણ્યા ઈસમે પોતાનો કસબ અજમાવી અલગ અલગ તારીખોએ કુલ રૂા.૮૦,૧૮૪ રૂપાયી ઉપાડી લઈ ઠગાઈ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે કાનુગા ફળિયામાં રહેતી ૨૫ વર્ષીય સ્મિતાબેન નવલસિંહ બારીઆના સ્ટેટ બેન્ક ઓફિસ ઈન્ડિયાના ખાતામાંથી તારીખ ૧૩.૦૭.૨૦૨૦ના રોજ ચાર વખત રૂપીયા ૧૦,૦૨૩ તથા તારીખ ૧૪.૦૭.૨૦૨૦ના રોજ ચાર વખ રૂપીયા ૧૦,૦૨૩ મળી કુલ રૂપીયા ૮૦,૧૮૪ની બંન્ને અલગ અલગ તારીખોએ સ્મિતાબેનના બેન્ક ખાતામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી આ નાણાં ઉપાડી લઈ ઠગાઈ કરી હોવાની ફરિયાદ સ્મિતાબેન નવલસિંહ બારીઆએ તારીખ ૦૯.૦૬.૨૦૨૧ના રોજ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: