ગુજરાતમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે મોડી સાંજથી ધોધમાર વરસાદ
રાજ્યમાં ગઇકાલે ધોધમાર વરસાદનું આગમન થયું હતુ. અમદાવાદ સહિતનાં વિસ્તારોમાં વરસાદનાં આગમનથી લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ મેઘાનાં આગમનને લઇને ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. રાજ્યનાં અમદાવાદ, નવસારી, સુરત, ગાંધીનગર સહિતનાં શહેરોમાં વરસાદને કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી.