ધાનપુર તાલુકાના ઉદલમહુડા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એકની અટકાયત : મોટરસાઈકલ મળી કુલ રૂા.૨૮,૫૫૦નો મુદ્દામાલ કબજે કરાયો

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસની અંદર દેશી હાથ બનાવટની પિસ્ટોલ સાથે કેટલાંક ઈસમોને પકડી પાડવામાં આવ્યાં હતાં ત્યારે ગતરોજ ફરીવાર દાહોદ એલ.સી.બી.પોલીસ દ્વારા ધાનપુર તાલુકાના ઉદલમહુડા ગામેથી એક મોટરસાઈકલના ચાલક પાસેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યાે છે. પોલીસે તમંચો તેમજ મોટરસાઈકલ મળી કુલ રૂા.૨૮,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૧૩.૦૬.૨૦૨૧ના રોજ ધાનપુર તાલુકાના ઉદલમહુડા રોડ પર વોચ ગોઠવી ઉભી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ ચાલક પસાર થતાં પોલીસે તેને ઉભો રાખ્યો હતો અને તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેને પગલે પોલીસે તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપી પાડવામાં આવેલ ઈસમે પોતાનું નામ ચીમનભાઈ લેહરાભાઈ બારીયા (રહે. માળ ફળિયું, ગડવેલ ટોકરવા, તા.ધાનપુર,જિ.દાહોદ) જણાવ્યું હતું. પોલીસે તમંચો અને મોટરસાઈકલ મળી કુલ રૂા.૨૮,૫૫૦નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: