કેન્દ્ર સરકારે બનાવેલી પેનલના રિપોર્ટમાં ખુલાસો : કોરોના વેક્સિન લીધા બાદ ૬૮ વર્ષીય વૃધ્ધાએ ગુમાવ્યો જીવ
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૫
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અત્યારે શાંત પડી છે. દેશમાં કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો આવ્યો છે. બીજી તરફ કોરોનાને રોકવા માટે રસીકરણ અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે. કોરોનાને રોકવા માટે વેક્સિનેશનને સૌથી કારગર માનવામાં આવી રહ્યું છે. જાે કે વેક્સિનેશન બાદ અનેક લોકોમાં તેની આડઅસર પણ જાેવા મળી રહી છે. ત્યારે હવે ભારતમાં કોરોના વેક્સિન લાગ્યા બાદ પ્રથમ મોતની ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. આ વાત કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલના રિપોર્ટમાં સામે આવી છે. વેક્સિનના કારણે ૬૮ વર્ષના એક વૃદ્ધનું મોત થઈ ચુક્યું છે.
વેક્સિન લાગ્યા બાદ કોઈ ગંભીર બીમારી થવી અથવા મોત થવાને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશન કહેવામાં આવે છે. છઈહ્લૈં માટે કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી છે. આ કમેટીએ વેક્સિન લાગ્યા બાદ થયેલા ૩૧ મોતના અસેસમેન્ટ કર્યા બાદ કન્ફર્મ કર્યું કે એક વૃદ્ધ જેમની ઉંમર ૬૮ વર્ષ હતી તેમનું મોત વેક્સિન લાગ્યા બાદ એનાફિલેક્સીસથી થયું છે. આ એક પ્રકારનું એલર્જિક રિએક્શન હોય છે. મોટાભાગના એનાફિલેક્સિસ રિએક્શનવાળા દર્દીઓની સારવાર થઈ ગઈ.
વૃદ્ધને ૮ માર્ચ ૨૦૨૧ના વેક્સિનનો પહેલો ડોઝ લાગ્યો હતો અને કેટલાક દિવસ બાદ જ તેમનું મોત થયું હતુ. છઈહ્લૈં કમિટીના ચેરમેન ડૉ. એન.કે. અરોરાએ પહેલા મોતની પુષ્ટિ કરી છે. જાે કે તેમણે આ મામલે આગળ કંઈ કહેવાથી ઇનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે વધુ ૩ મોતોનું કારણ વેક્સિન માનવામાં આવ્યું છે, પરંતુ અત્યારે પુષ્ટિ થવાની બાકી છે. સરકારી પેનલનો રિપોર્ટ કહે છે કે, “વેક્સિનથી જાેડાયેલા અત્યારે જે રિએક્શન સામે આવી રહ્યા છે, તેની આશા પહેલાથી જ હતી, જેને વર્તમાન સાયન્ટિફિક એવિડન્સના આધારે વેક્સિનેશનને લઇને જવાબદાર ઠેરવવામાં આવી શકે છે. આ રિએક્શન એલર્જી સંબંધિત અથવા એનાફિલેક્સીસ જેવું હોઈ શકે છે.”
ઉલ્લેખનીય છે કે ૫ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચની વચ્ચે ભારતમાં ૬૦ લાખ લોકોને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી હતી. આ દરમિયાન વેક્સિન લેનારા ૨૮ લોકોના મોત થયા, પરંતુ મોટાભાગના મોતનું કારણ વેક્સિન નહોતું, જ્યારે ૯ મોતના પાછળ વેક્સિનની ભૂમિકા હતી કે નહીં તેનું તારણ નીકાળી શકાયું નહીં.