દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે રૂપીયા ૨.૧૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક વૈભવી ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે ઈસમોને ઝડપી પાડી ગાડીમાંથી કુલ રૂા.૨,૧૨,૧૬૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી મળી કુલ રૂા.૫,૧૪,૧૬૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૬મી જુનના રોજ દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસેથી વોચ ગોઠવી ઉભી હતી. આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક વૈભવી ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ઉભી રખાવી હતી અને ગાડીમાં સવાર લાખન અભયસિંહ ખરાડે (રહે.ધાર, મધ્યપ્રદેશ) અને આનંદ રામચંદ્ર ધનાવડે (રહે. વડોદરા) બંન્નેની અટકાયત કરી પુછપરછ કરતાં પોલીસેન સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોલીસે ત્યાર બાદ તેઓની ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં પોલીસ ચોકી ઉઠી હતી. ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૨૪૮ જેની કિંમત રૂા.૨,૧૨,૧૬૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલરની ગાડી, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૫,૧૪,૧૬૦નો મુદ્દામાલ દેવગઢ બારીઆ પોલીસે કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.