દેવગઢ બારીઆ નગરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણને પોલીસે જેલ ભેગા કર્યાં : રૂા.૧૧ની રોકડ રકમ કબજે
દાહોદ તા.૧૮
દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે જાહેરમાં આંક ફરકનો જુગાર રમી રહેલ ત્રણ જણાને પોલીસે દબોચી લઈ અંગ ઝડતીમાંથી કુલ રૂા.૧૧,૩૭૦ ની રોકડ કબજે કરી જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા.૧૭મી જુનના રોજ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે તળાવની સામે ભારતસિંહ અમરસિંહ રાજપુત (રહે.રહે.પીપલોદ), ગોવિંદભાઈ પ્રતાપભાઈ પટેલ (રહે.સાલીયા, તા.દેવગઢ બારીઆ) અને સુલેમાન ઈબ્રાહીમ શેખ (રહે.ગોધરા,તા.ગોધરા) આ ત્રણેય જણા જાહેરમાં આંક ફરકનો આંકડો લખી, લખાવડાવી હાર જીતનો જુગાર રમી રહ્યાં હતાં. આ અંગેની બાતમી દેવગઢ બારીઆ પોલીસને થતાં પોલીસે સ્થળ પર ઓચિંતો છાપો માર્યાે હતો અને ઉપરોક્ત ત્રણેય જણાને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે ત્રણેયની અંગ ઝડતીમાં કુલ રૂા.૧૧,૩૭૦ની રોકડ રકમ કબજે કરી ત્રણેય વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.