દાહોદ જિલ્લાના દાહોદ શહેર અને ગરબાડા નગરમાં બે વેપારીઓની દુકાને ફુડ સેફ્ટી વિભાગના દરોડાને પગલે મિસ બ્રાન્ડેડ ખાદ્ય ચીજ વસ્તુ તપાસમાં બહાર આવતાં દંડ ફટકારતાં એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, દાહોદ

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુથક દાહોદ શહેરમાંથી અને ગરબાડા નગરમાંથી બે અલગ અલગ વેપારીઓને ત્યાંથી દાહોદ ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા એક વેપારીને ત્યાંથી પીસ્તા નાનખટાઈ અને બીજા વેપારીને ત્યાંથી કાળા મરીના પેકેટની તપાસ હાથ ધરી પૃથ્થકરણ માટે મોકલી આપ્યાં બાદ રિપોર્ટમાં આ બંન્ને ચીજવસ્તુઓ મીસ બ્રાન્ડેડ હોવાનું માલુમ પડતાં એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, દાહોદ દ્વારા બંન્ને વેપારીઓન અલગ અલગ રકમનો દંડ ફટકાવાનો હુકમ કરતાં જિલ્લાના ભેળસેળીયા અને લોભીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદ નગરપાલિકાના ફુડ એન્ડ સેફ્ટી વિભાગના ઓફિસર પી.આર.નગરાલાવાલા અને તેમની ટીમે તારીખ ૦૪.૧૧.૨૦૨૦ના રોજ દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ ખાતે સોફ્ટ બાઈટના શંકરલાલ ગોપાલદાસ લખવાણીની દુકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને પીસ્તા નાનખટાઈ (લુઝ) નો નમુનો લઈ પૃથ્થકરણ માટે રાજકોટ મોકલી આપ્યું હતું. તારીખ ૦૧.૦૨.૨૦૨૧ના પૃથ્થકરણનો અહેવાલ આવતાં જેમાં આ પસ્તા નાનખટાઈ (લુઝ) મીસ બ્રાન્ડેડ ફુડ જાહેર થતાં આ સંદર્ભે એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, દાહોદ દ્વારા ઉપરોક્ત વેપારીને ૨૫,૦૦૦નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આવી જ રીતે દાહોદના ફુડ સેફ્ટી વિભાગના ઓફિસર પી.એચ. સોલંકી અને તેમની ટીમે ગત તા.૦૯.૧૦.૨૦૨૦ના રોજ ગરબાડા નગરમાં સ્ટેશન રોડ ખાતે આવેલ ઈબ્રાહીમ ફકરૂદ્દીન કાપડીયા (એફ.બી.ઓ. અને વિક્રેતા)ની દુકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને કાળા મરી (લુઝ)નો નમુનો લઈ પૃથ્થકરણ માટે ભુજ એનાલીસ્ટ ખાતે મોકલી આપ્યો હતો. તારીખ ૧૪.૧૨.૨૦૨૦ના રોજ પૃથ્થકરણનો રિપોર્ટ આવતાં આ રિપોર્ટમાં કાળા મરી (લુઝ) સબસ્ટાન્ડર્ડ ફુડ જાહેર થતાં અને ક્ષતિઓ માલુમ પડતાં એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, દાહોદ દ્વારા ઉપરોક્ત વેપારીને રૂા.૨૨,૦૦૦નો દંડ વસુલાતનો હુકમ કર્યાે હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: