અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટનો સર્વે : વડાપ્રધાન મોદી ૬૬ ટકા સાથે લોકપ્રિયતા મામલે દુનિયામાં પ્રથમ સ્થાને : અમેરિકાના બાયડન સહિત ૧૨ દેશોના નેતાઓની પાછળ છોડ્યા


(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૧૮
કોરોના વાયરસ સંકટકાળમાં પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત સારી થઈ છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી મોદી દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય નેતા ગણાય છે. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટએ એક સર્વે કર્યો જેમાં જાણવા મળ્યું કે લોકપ્રિયતા મામલે પીએમ નરેન્દ્ર મોદી હજુ પણ દુનિયાભરમાં અન્ય નેતાઓ કરતા ઘણા આગળ છે.
મોર્નિંગ કન્સલ્ટના સર્વે મુજબ પીએમ નરેન્દ્ર મોદીનું ગ્લોબલ અપ્રુવલ રેટિંગ ૬૬ ટકા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા, રશિયા, યુનાઈટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, બ્રાઝિલ, અને જર્મની સહિત ૧૩ દેશોના નેતાઓથી સારા છે.
જાે કે કોરોના વાયરસની સેકન્ડ વેવમાં પીએમ મોદીના અપ્રુવલ રેટિંગમાં થોડો ઘટાડો જાેવા મળ્યો આમ છતાં તેઓ દુનિયાભરમાં ટોપ પર છે. અન્ય નેતાઓ કરતા તેમણે સારું પ્રદર્શન કર્યું છે. ગ્લોબલ અપ્રુવલ રેટિંગના લિસ્ટમાં બીજા નંબરે ઈટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી છે, તેમનું અપ્રુવલ રેટિંગ ૬૫ ટકા છે. જ્યારે ત્રીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રોડોર છે. તેમનું રેટિંગ ૬૩ ટકા છે.
અપ્રુવલ રેટિંગના લિસ્ટમાં ચોથા નંબરે ૫૪ ટકા સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન છે. પાંચમા નંબરે ૫૩ ટકા સાથે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ છે. જ્યારે છઠ્ઠા નંબરે ૫૩ ટકા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન છે.
અત્રે જણાવવાનું કે સાતમા નંબરે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો છે. જેમનું રેટિંગ ૪૮ ટકા છે. આઠમા નંબરે ૪૪ ટકા રેટિંગ સાથે યુનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન નવમા નંબરે છે. જેમનું રેટિંગ ૩૭ ટકા છે. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ દસમા નંબરે છે જેમનું રેટિંગ ૩૬ ટકા છે.
મોર્નિંગ પોસ્ટ એક રિસર્ચ કંપની છે. તે સતત દુનિયાભરના નેતાઓની અપ્રુવલ રેટિંગ ટ્રેક કરતી રહે છે. ભારતમાં ૨૧૨૬ લોકોના સેમ્પલ સાઈઝ સાથે મોર્નિંગ કન્સલ્ટ ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગ ટ્રેકરે પીએમ મોદી માટે ૬૬ ટકા અપ્રુવલ દેખાડ્યું જ્યારે ૨૮ ટકા લોકોએ તેમાં અસહમતિ વ્યક્ત કરી. અપ્રુવલ રેટિંગ ટ્રેકરને છેલ્લે ૧૭ જૂનના રોજ અપડેટ કરાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!