દેવગઢ બારીઆ નગરમાં છેતરપીંડી વિશ્વાસઘાતનો બનાવ સામે આવ્યો : ચાંદીના દાગીના બનાવી આપવાનું કહી ઓછા ટંચનું ચાંદી પધરાવી દીધું

દાહોદ તા.૧૯

દેવગઢ બારીઆ નગરમાં એક વ્યક્તિ સાથે છેતરપીંડી વિશ્વાસઘાત થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં દેવગઢ બારીઆના વ્યક્તિએ ચાંદીના દાગીના બનાવવા સારૂં ઝાલોદ તાલુકાના લીમડી નગરમા રહેતાં એક ઈસમને ચાંદી આપ્યું હતું. લીમડીના ઈસમે તેનાંથી ઓછા ટંચનું ચાંદી પરત કરતાં આ સંબંધે દેવગઢ બારીઆના વ્યક્તિએ આ બાબતની વાત કરતાં ઉશ્કેરાયેલ લીમડી નગરના ઈસમે તથા તેના પરિવારજનોએ ઝઘડો તકરાર કરી, મારી નાંખવાની ધમકી આપી છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસ મથકે ઝાલોદ તાલુકાના લીમડી નગરના મહિલા સહિત ૦૫ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાં પામી છે.

દેવગઢ બારીઆ નગરમાં ચબુતરા શેરી, સ્ટેટ બેન્ક સામે રહેતાં કેનલ શ્રૈયાંશભાઈ ગાંધીએ ગત તા.૧૫મી એપ્રિલ થી તારીખ ૨૭મી એપ્રિલના સમયગાળા દરમ્યાન ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતાં પંચાલ આશીષકુમાર લવિન્દ્રભાઈ ને ચાંદીના દાગીના બનાવવા માટે ૯૮.૦૫ ટંચની ચાં ૨૮૯૦ ગ્રામ વજનની આપેલ હતી.  પંચાલ આશીષકુમાર લવિન્દ્રભાઈ દ્વારા ૮૫ ટંચના તાંદીના દાગીના બનાવી આપી કેનલ શ્રેયાંશભાઈ ગાંધી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાે હતો. આ મામલે કેનલભાઈએ પંચાલ આશીષકુમાર અને તેમના પરિવારજનોને વાતચીત કરતાં આશીષકુમાર તેમનો પુત્ર પંચાલ મંયકકુમાર લવિન્દ્રભાઈ આશીષકુમારની પત્નિ પંચાલ નીધીબેન આશીષકુમાર અને લવિન્દ્રભાઈની પત્નિ વેગેરેએ કેનલભાઈ સાથે બોલાચાલી કરી, ઝઘડો તકરાર કર્યાે હતો અને મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે પોતાની સાથે છેતરપીંડી વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ લઈ દેવગઢ બારીઆ પોલીસ મથકે પહોંચતાં આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ઉપરોક્ત પંચાલ પરિવાર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: