ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે ૦૪.૬૩ કિલો ગ્રામ ગાંજા સાથે એકને જેલ ભેગો કર્યાે

દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી દાહોદ એલસીબી અને એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે એક સોસાયટી મકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતાં પોલીસે ૦૪.૬૩ કિલો ગ્રામ કિંમત રૂા.૪૬,૩૦૦ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યાનું જાણવા મળે છે.

દાહોદ એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસને મળેલ બાતમીના આધારે ગત રોજ તા.૧૮મી જુનના રોજ ઝાલોદ તાલુકાના નાનકડા ગામ એવા લીમડી નગરમાં કાંતિકંચન સોસાયટીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. તાત્કાલિક પોલીસ કાફલો કાંતિકંચન સોસાયટીમાં જવા રવાના થઈ હતી અને ત્યાં રહેતાં દિપકકુમાર ચંદ્રસેન સોનીના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં તેના મકાનમાંથી ૦૪.૬૩ કિલો ગ્રામ કિંમત રૂા. ૪૬,૩૦૦નો પાસ પરમીટ વગરનો વનસ્પતિજન્ય ભેજયુક્ત ગાંજાે ગાંજા સાથે દિપકકુમાર ચંદ્રસેન સોનીને પોલીસે ઝડપી પાડ્યો હતો. બનાવને પગલે લીમડી નગર સહિત જીલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આટલા મોટા પ્રમાણમાં ગાંજાે ક્યાંથી આવ્યો? તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે પોલીસની તપાસ દરમિયાન આ ભેદ ઉપરથી પણ પડદો ઉચકાશે  તેવી પુરેપુરી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: