દાહોદ તાલુકાના રાબડાળ ગામે બંધ પડેલ મેંદાની મીલમાં આકસ્મીક આગ લાગી : ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો : સદ્નસીબે કોઈ જાનહાની નહીં
દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના રાબડાળ ગામે બંધ પડેલી નર્મદા મીલમાં અગમ્યકારણોસર રાત્રી દરમ્યાન આગ ફાંટી નીકળતાં આગમાં કોઈ મોટુ નુંકસાન ન થયું હોવાની ચર્ચાઓ સાથે સદ્નસીબેન કોઈ જાનહાની ન થતાં મીલના માલિકે હાશકારો અનુભવ્યો હતો ત્યારે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
ગતરોજ તારીખ ૧૯.૦૬.૨૦૨૧ના રોજ મોડી રાત્રીના સમયે દાહોદ તાલુકાના રાબડાળ ગામે આવેલ અને ગ્રામ્ય પોલીસ મથક નજીક આવેલ તેમજ બંધ પડેલી નર્મદા મેદાની મીલમાં અગમ્યકારણોસર આગી લાગી હતી. આગની જાણ મીલના માલિક સહિત આસપાસના લોકોને થતાં તમામ મીલ પાસે પહોંચી ગયાં હતાં. વિસ્તારમાં મોડી રાત્રે આગને પગલે દોડધામના દ્રશ્યો પણ સર્જાયાં હતાં. આગની જાણ દાહોદ ફાયર ફાયટરના લાશ્કરોને કરાતાં મોડી રાત્રે ફાયર ફાઈટરોના લાશ્કરો પાણીના બંબા સાથે પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા હવામાં ફેલાઈ રહ્યાં હતાં. ફાયર ફાઈટરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, હાલ આ આગ લાગેલ મીલને તોડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ લાગેલ આગમાં કોઈ મોટું નુકસાન ન થયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે અને સદ્નસીબેન આગમાં કોઈ જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. આગનું સાચુ કારણ હાલ જાણી નથી શકાયું.

