અમિત શાહ પણ હાજર રહેશે, વિધાનસભા ચૂંટણી સંદર્ભે ચર્ચાની સંભાવના : વડાપ્રધાન મોદીએ ૨૧ જૂને કાશ્મીરની તમામ રાજકીય પાર્ટીઓની બેઠક બોલાવી
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૯
જમ્મુ – કાશ્મીરમાં રાજકારણ ફરી એક વખત કરવટ લઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૪મી જૂનના રોજ જમ્મુ-કાશ્મીરની તમામ રાજકીય પાર્ટીઓની એક મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના કેટલાંય નેતા પણ સામેલ થઇ શકે છે. આ મીટિંગમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવાને લઇ પણ ચર્ચા થવાની સંભાવના છે.
ઑગસ્ટ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાગ કર્યાના અંદાજે ૨ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગતિરોધ ખત્મ કરવા માટે કેન્દ્રની આ પહેલી મોટી પહેલ મનાય છે. આ મીટિંગમાં જમ્મુ અને કાશ્મીર બંને ક્ષેત્રોના નેતાઓને બોલાવામાં આવ્યા છે.
કેન્દ્રે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા, પીડીપીના અધ્યક્ષ મુફત્તી, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારી, પીપુલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોનને મીટિંગમાં આમંત્રિત કરાયા છે. ઓલ પાર્ટી મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના ભાજપા અને કોંગ્રેસના નેતાઓ સામેલ થાય તેવી સંભાવના છે.
મહેબૂબા મુફતીએ પુષ્ટિ કરી કે ૨૪મી જૂનના રોજ યોજાનાર મીટિંગ માટે તેમની પર ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે મીટિંગ જવાનો મેં અત્યારે ર્નિણય લીધો નથી. હું મારી પાર્ટીના સભ્યો સાથે ચર્ચા કરીને અંતિમ ર્નિણય લઇશ.
૫ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ને હટાવી દેવામાં આવી હતી. ત્યારબાદ રજ્યની કેટલીય પાર્ટીઓએ મળીને પીપુલ્સ એલાયન્સ ફોર ગુપ્કાર ડિક્લેરેશન બનાવ્યું હતું. તેમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવી પાર્ટીઓ પણ સામેલ છે.