અમિત શાહના ગુજરાત આગમન પહેલાં જ વહીવટી માળખામાં ફેરફાર : રાજ્યના ૭૭ આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી : સુરત કલેક્ટર ધવલ પટેલની ગુડાના સીઇઓ તરીકે બદલી, રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશ્ન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરાઇ, રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂક, કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે ની બદલી. પંચમહાલ ગોધરા થઈ બદલી
(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧૯
ગુજરાતમાં એક સાથે ૭૭ આઇએએસ ઓર્ફસિસની સાગમટે બદલી કરવામાં આવી છે. સુરત કલેક્ટર ધવલ પટેલને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. જ્યારે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશ્ન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે ની બદલી. પંચમહાલ ગોધરા થઈ બદલી. કચ્છમાં સુજન જેન્તીભાઇ મયાત્રા કચ્છ કલેકટર તરીકે આવશે. જીએસઆરટીસીના એમડી એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત એમ.એ પંડ્યા દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર બન્યા છે. બી.જી પ્રજાપતિની આણંદના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. સૌરભ પારઘીની જામનગર કલેક્ટર તરીકે બદલી કરાઇ છે. અજય પ્રકાશની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરાઇ છે. ગૌરાંગ મકવાણાની અમરેલી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે
એસ.કે. હૈદરની ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. હર્ષદ પટેલને જીએસઆરટીસીના એમ.ડી. તરીકે નિમણૂક અપાઇ છે. પી. ભારતી લેબર કમિશ્નર બન્યા છે. આર.બી. બારડ બરોડા કલેકટર તરીકે નિમણૂક થઈ છે. આદ્રા અગ્રવાલ રિલીફ કમિશ્નર બન્યા છે. રવિ શંકર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક થઈ છે. અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી થઇ છે.
ગુજરાતમાં ૧૦ દિવસ પહેલાં જ આઇએએસ અધિકારીઓની બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ કે દાસ સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. મહેસાણા કલેક્ટર એચ કે પટેલને પ્રમોશન આપવામાં આવ્યું છે અને અન્ન અને ખાદ્યના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે એક મહિના પહેલા ૯ આઇએએસ અધિકારીઓની બદલી કરાઈ હતી. જેમાં બે આઇએએસ અધિકારીઓની સાબરકાંઠા તથા ડાંગ જિલ્લામાં કલેક્ટર તરીકેની નિમણૂંક અપાઈ હતી, જ્યારે ૭ આઇએએસ અધિકારીઓને ડીડીઓ તરીકે ટ્રાન્સફર આપવામાં આવી હતી. આમ કુલ ૯ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.