ફતેપુરા તાલુકાના ગવાડુંગર ગામે જમીન બંદોબસ્તની માપણીની કામગીરી દરમ્યાન પિતા – પુત્રની કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરાતાં પોલીસે અટકાયત કરી
દાહોદ તા.20
ફતેપુરા તાલુકાના ગવાડુંગર ગામે જમીન બંદોબસ્તની માપણીની કામગીરી દરમિયાન ગામમાં જ રહેતા પિતા – પુત્ર ત્યાં આવી હાથમાં પ્લાસ્ટિકના કારમાં પેટ્રોલ ભરી લાવી પોતાના શરીરે છાંટી પોતાની જાતે આત્મહત્યા કરવાની કોશિશ કરતા પોલીસે પિતા – પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત તારીખ 19 મી જુનના રોજ ગવાડુંગર ગામે આવેલ સર્વે નંબર 204 ની જમીન મહીસાગર તેમજ દાહોદ જિલ્લાની હદના તાલુકાના સીમાડે ગવાડુંગર ગામ તથા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાબરોલ ગામ વચ્ચે આવેલ હોઈ જે સર્વે નંબર બંને જિલ્લાના સીમાડા ઉપર જમીન બંદોબસ્તની માપણી કરવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન ગવાડુંગર ગામે રહેતા પરસોત્તમભાઈ સોમાભાઈ મછાર અને સોમાભાઈ કાળુભાઈ મછાર એમ બંને પિતા – પુત્ર ત્યાં આવ્યા હતા અને પોતાની સાથે એક પ્લાસ્ટિકના કેરબામાં પેટ્રોલ પણ લાવ્યા હતા અને પોતાના શરીર પર છાંટી પોતાની જાતે આત્મહત્યા કરવાની કોશિશ કરતા હતા. આ દરમિયાન બંદોબસ્તમાં ઉભેલ પોલીસે ઉપરોક્ત પિતા – પુત્રની અટકાયત કરી પોલીસ મથકે લઇ આવ્યા હતા અને પોલીસે આ સંબંધે ઉપરોક્ત પિતા – પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.