દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી તેજસ પરમાર : પદભાર સંભાળ્યા બાદ જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી


દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી તેજસ પરમારે પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા.
મૂળ પાલનપુરના વતની એવા શ્રી પરમાર શિક્ષણમાં ઉચ્ચ કારકીર્દિ ધરાવે છે. તેમણે સુરત સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ખાતેથી મિકેનિકલમાં બીટેકની પદવી હાંસલ કર્યા બાદ ખાનગી કંપનીમાં ઉચ્ચા હોદ્દા ઉપર નોકરી કરી છે. એ બાદ અમદાવાદ ખાતે સરદાર પટેલ પ્રશાસનિક સેવા તાલીમ કેન્દ્રમાં તૈયારી કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને ૨૦૧૬માં ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા છે.
આઇએએસની શરૂઆતની તાલીમ રાજકોટ જિલ્લામાં લીધા બાદ પ્રથમ નિમણૂંક દાહોદ પ્રાંત અધિકારી તરીકે પામ્યા હતા અને ત્યાંથી બઢતી સાથે અમરેલી ડીડીઓ તરીકે દોઢેક વર્ષ તરીકે ફરજ બજાવી છે.
તેઓ દાહોદ જિલ્લાથી સુપરિચીત છે. આજે તેમણે પદભાર સંભાળ્યા બાદ જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમણે એક ટીમ તરીકે લોકકલ્યાણના કામો કરવા માટે શાખાધિકારીઓને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: