લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામે પૈત્રએ દાદાની અગમ્યકારણોસર હત્યા કરતાં પંથકમાં ચકચાર મચી
દાહોદ તા.24
લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામે ડામોર ફળિયા માં ગઈકાલે સાંજે ૭૦ વર્ષિય દાદા ની તેના જ પૌત્રએ કોઈ કારણોસર હુમલો કરી ગેબી માર મારી હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામે આવેલા ડામોર ફળિયામાં રહેતા કીડીયા ભાઈ કાનજીભાઈ ડામોર ઉંમર 70 નાઓનો પૌત્ર સુક્રમ ભાઈ વરસીંગભાઇ ડામોર ના એ ગઈકાલે મંગળવાર ની સાંજે આઠેક વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઉશ્કેરાઇ જઇને તેના જ દાદા કીડીયા ભાઈ કાનજીભાઈ ડામોર ઉપર હુમલો કર્યો હતો અને શરીરના ભાગે ગેબી માર મારીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો તેથી 70 વર્ષીય દાદાની તેના જ પૌત્રએ કોઈ કારણોસર ઉશ્કેરાઈ જઈને હુમલો કરી માર મારીને હત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
આ બનાવ સંદર્ભે ધાનપુર પાટડી ગામના તેરસીંગભાઈ કીડીયા ભાઈ ડામોરે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે સુક્રમ ડામોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.