દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૧.૧૩ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યાે : ફોર વ્હીલર ગાડી મળી કુલ રૂા.૬.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક વૈભવી ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૧,૧૩,૩૨૮ ના પ્રોહી જથ્થા સાથે ગાડી મળી કુલ રૂા.૬,૧૩,૩૨૮નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે જ્યારે પોલીસને જાેઈ ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો છે.
દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ભથવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી ઉભી હતી. આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક વૈભવી ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. આ દરમ્યાન ગાડીના ચાલકને દુરથીજ પોલીસ જાેવાઈ જતાં તેને પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસે ગાડી નજીક જઈ ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.૧૩ જેમાં બોટલો નંગ.૨૦૮ કિંમત રૂા.૧,૧૩,૩૨૮ ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૬,૧૩,૩૨૮ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

