દાહોદ લોકસભા બેઠક માટે અગિયાર ઉમેદવાર મેદાનમાં
દાહોદ તા.૦૪
દાહોદ લોકસભા બેઠક માટે આજે વધુ છ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરતા હવે મેદાનમાં કુલ ૧૧ ઉમેદવારોએ અત્યાર સુધી પોતાની ઉમેદવારી નોંધાવી છે જા કે, દાહોદ લોકસભા બેઠકનું સાચુ ચુંટણી ચિત્ર તો ઉમેદવારી પત્ર ચકાસણી અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ પછી જ ખબર પડે જા કે, દાહોદ બેઠક માટે ભરાયેલા ઉમેદવારી પત્રો અને પક્ષના નામ નિચે મુજબ છે.
નામ ઉમેદવારી પત્ર ભર્યા તારીખ પક્ષ
(૧) જસવંતસિંહ સુમનભાઈ ભાભોર ૨૯.૦૩.૨૦૧૯ ભાજપા
(૨) શંકરભાઈ અલીયાર ૨૯.૦૩.૨૦૧૯ ભાજપા
(૩) સમસુભાઈ ખાતરાભાઈ દેવધા ૦૩.૦૪.૨૦૧૯ અપક્ષ
(૪) ડામોર મનાભાઈ ભાવસીંગભાઈ ૦૩.૦૪.૨૦૧૯ અપક્ષ
(૫) રામસીંગભાઈ નાનુભાઈ કલારા ૦૩.૦૪.૨૦૧૯ હિન્દુસ્તાન નવનિર્માણ દળ
(૬) બાબુભાઈ ખીમાભાઈ કટારા ૦૪.૦૪.૨૦૧૯ ભા.રા.કો.
(૭) કીરીટભાઈ લલીતભાઈ પટેલ ૦૪.૦૪.૨૦૧૯ ભા.રા.કો.
(૮) ધુળાભાઈ દિતાભાઈ ભાભોર ૦૪.૦૪.૨૦૧૯ બસપા
(૯) રમેશભાઈ નાથાભાઈ ગરાસીયા ૦૪.૦૪.૨૦૧૯ ભારતીય ટ્રાયબલ પાર્ટી
(૧૦) ઈન્દુબેન નાથુભાઈ સંગાડા ૦૪.૦૪.૨૦૧૯ રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી
(૧૧) જગદીશભાઈ મણીલાલ મેડા ૦૪.૦૪.૨૦૧૯ અપક્ષ
આમ, આજે કુલ ૬ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.