સુપ્રિમ કોર્ટની ઓડિટ પેનલના રિપોર્ટમાં મોટો ધડાકો : કોરોનામાં દિલ્હી સરકારે જરૂરતથી ચાર ગણું વધારે ઓક્સિજન માંગ્યું


દિલ્હીને બીજી લહેરમાં ૩૦૦ મેટ્રીક ટન ઓકસીજનની જરૂર હતી ત્યારે માંગ્યો હતો ૧૨૦૦ મેટ્રિક ટનનો પુરવઠો, દિલ્હીને કારણે ૧૨ રાજ્યોની સપ્લાયને અસર થઇ
રિપોર્ટ બાદ રાજકારણ ગરમાયુંઃ ભાજપ-આપ આમને-સામને

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૫
દેશમાં કોરોનાની બીજી લહેરે ત્રાહિમામ વરસાવ્યો હતો. ભારતભરમાં ઑક્સિજન અને દવાઓની તંગી જાેવા મળી હતી. ઑક્સિજનના અભાવના કારણે અનેક લોકોના મોત થયા હતા. દિલ્હીમાં પણ ઑક્સિજનની તંગીના કારણે મોતનો આંકડો વધ્યો હતો અને કેજરીવાલે ઑક્સિજનની તંગીને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. તો હવે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ઑક્સિજનને લઇને ઉભો થયેલો વિવાદ બીજુ રૂપ ધારણ કરી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટની એક પેનલે પોતાના વચગાળાના રિપોર્ટમાં કહ્યું છે કે દિલ્હી સરકારે કોરોના સંકટના પીક પર જરૂરિયાતથી ૪ ઘણા વધારે ઑક્સિજનની માંગ કરી હતી. આનાથી ૧૨ રાજ્યોના સપ્લાય પર અસર પડી.
દિલ્હી સરકારે કોરોનાની બીજી લહેરના સમયે કેન્દ્રથી ૧,૧૪૦ મેટ્રિક ટન ઑક્સિજનની ડિમાન્ડ કરી હતી. રિપોર્ટ પ્રમાણે દિલ્હીની જરૂરિયાતથી આ ૪ ઘણું વધારે હતું. દિલ્હીમાં એ સમયે જેટલા ઑક્સિજન બેડ હતા તેની સરખામણીએ દિલ્હીને ૨૮૯ મેટ્રિક ટન ઑક્સિજનની જ જરૂરિયાત હતી. પેનલનો રિપોર્ટ સામે આવ્યા બાદ મ્ત્નઁએ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. દિલ્હીથી મ્ત્નઁ સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું છે કે, ‘કેજરીવાલમાં શરમ બચી હોય તો તેમણે દેશની માફી માંગવી જાેઇએ.’
રિપોર્ટ પ્રમાણે સામાન્ય રીતે દિલ્હીમાં ૨૮૪થી લઇને ૩૭૨ મેટ્રિક ટન ઑક્સિજનની જરૂરિયાત હતી, પરંતુ સપ્લાયની ડિમાન્ડ કરવાના કારણે બીજા રાજ્યો પર અસર પડી. પેનલ દિલ્હીની ૪ હૉસ્પિટલોના મેનેજમેન્ટ સાથે પૂછપરછ કરી રહી છે. આ હૉસ્પિટલોમાં બેડ પ્રમાણે વધારે ઑક્સિજનનો ઉપયોગ થયો. આમાં સિંઘલ હૉસ્પિટલ, અરૂણા આસિફ અલી હૉસ્પિટલ, ઈજીૈંઝ્ર મૉડલ હૉસ્પિટલ અને લિફેરે હૉસ્પિટલ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે આ હૉસ્પિટલોએ ખોટો ડેટા આપ્યો અને દિલ્હીમાં ઑક્સિજનની જરૂરિયાતને વધારી-ચઢાવીને બતાવી.
કોરોનાની બીજી લહેર દરમિયાન દિલ્હીમાં ઑક્સિજનની ભારે તંગી સામે આવી હતી. દિલ્હી સરકાર અને કેટલીક પ્રાઇવેટ હૉસ્પિટલોએ આને લઇને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ઑક્સિજનનો સપ્લાય તાત્કાલિક વધારવાની માંગ કરી હતી. ત્યારે જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ.આર. શાહની બેન્ચે ૧૨ લોકોની ટાસ્ક ફોર્સ બનાવી હતી. કૉર્ટે કમિટી પાસે ઑક્સિજનનો સપ્લાય અને ડિમાન્ડ પર ઑડિટ રિપોર્ટ માંગ્યો હતો. બીજી લહેર દરમિયાન કેન્દ્રએ દિલ્હીને ૭૩૦ ટન ઑક્સિજન મોકલ્યું હતું. ત્યારબાદ કેજરીવાલે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: