ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી : નોંધાયા એક સાથે ૨ કેસ
ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, નોંધાયા એક સાથે ૨ કેસ
(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૫
ગુજરાતમાં આ વાયરસનાં એક સાથે બે કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ડેલ્ટા પ્લસનો આંક ૪૮એ પહોંચ્યો છે.
દેશમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અંગેની ચિંતાઓ વચ્ચે દેશમાં કોરોના ત્રીજી લહેરનો ભય વધ્યો છે. ત્યારે હવે ગુજરતામાં પણ આ વાયરસની એન્ટ્રી થઇ ગઈ છે. ગુજરાતમાં આ વાયરસનાં એક સાથે બે કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ડેલ્ટા પ્લસનો આંક ૪૮એ પહોંચ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં મળી આવેલા કોરોના વાયરસનો ડબલ મ્યૂટન્ટ સ્ટ્રેન મ્.૧.૬૧૭.૨ને ડેલ્ટા નામ આપવામાં આવ્યું છે. મ્.૧.૬૧૭.૨માં બીજાે મ્યૂટેશન દ્ભ૪૧૭દ્ગ થયો છે, જે અગાઉ કોરોના વાયરસના બીટા અને ગામાના વેરિયન્ટમાં પણ જાેવા મળ્યો હતો. નવા મ્યૂટેશન પછી રચાયેલા વેરિયન્ટને ડેલ્ટા વેરિયન્ટ અથવા છરૂ.૧ અથવા મ્.૧.૬૧૭.૨.૧ કહેવામાં આવે છે.
દ્ભ૪૧૭દ્ગ મ્યૂટેશનવાળા આ વેરિયન્ટ મૂળ વાયરસ કરતાં વધુ ચેપી છે. વેક્સિન અને દવાઓની અસરને નબળી બનાવી શકે છે. ખરેખર મ્.૧.૬૧૭ લાઈનેઝથી જ ડેલ્ટા વેરિયન્ટ (મ્.૧.૬૧૭.૨) બહાર આવ્યો છે. એના વધુ બે વેરિયન્ટ છે- મ્.૧.૬૧૭.૧ અને મ્.૧.૬૧૭.૩, જેમાં મ્.૧.૬૧૭.૧ને ડબલ્યુએચઓએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની યાદીમાં રાખ્યો છે અને કપ્પા નામ આપ્યું છે.