દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામેથી એક ૬૦ વર્ષના વૃધ્ધનું અપહરણ કરી તેની પત્નિની આબરૂ લેવાની કોશિષ કરતાં પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે એક ૬૦ વર્ષીય વૃધ્ધનું પાંચ જણાએ અગમ્યકારણોસર અપહરણ કરી લઈ માંડલી મુકામે લઈ જઈ ત્યાં ગોધી રાખ્યાં હતાં અને ૬૦ વર્ષીય વૃધ્ધની પત્નિ સાથે ચાર પૈકી બે જણાએ છેડછાડ કરી ઈજ્જત લેવાની કોશિષ કરતાં આ સમગ્ર મામલે ચારેય ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ચારેયની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

ગત તા.૨૭મી જુનના રોજ દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે ચણોઠા ફળિયામાં રહેતાં ૬૦ વર્ષીય ભેમાભાઈ ભુલાભાઈ પટેલની પત્નિને તેમના જ ગામમાં રહેતાં મહેશભાઈ અભેસીંગભાઈ પટેલ અને નરપતભાઈ અભેસીંગભાઈ પટેલે ભેમાભાઈની પત્નિને પકડી માર માર્યાે હતો અને ઈજ્જત, આબરૂ લેવાની કોશિષ કરી હતી ત્યાર બાદ મહેશભાઈ, નરપતભાઈ અને તેમની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ વિનોદભાઈ ભોદુભાઈ બારીયા, ગોવિંદભાઈ મનુભાઈ પરમાર (બંન્ને રહે.માંડલી, બારીઆ ફળિયું,તા.લીમખેડા, જિ.દાહોદ) અને પરેશભાઈ મનુભાઈ પરમાર (રહે. અગારા, નદી ફળિયું, તા.લીમખેડા, જિ.દાહોદ) નાઓએ પોતાના કબજાની એક ફોર વ્હીલર ગાડીમાં બળજબરીપુર્વક ભેમાભાઈનું અપહરણ કરી માંડલી ગામે લઈ ગયાં હતાં જ્યાં ધાબાવાળા એક મકાનમાં ભેમાભાઈને ગોંધી રાખ્યાં હતાં જ્યારે વિનોદભાઈ ભોદુભાઈ બારીયાએ ભેમાભાઈને કહેલ કે, હું બેન્કમાં નોકરી કરૂં છું અને તે મને હાથ લગાડ્યો તો તારી ઉપર ગાડી ચઢાવી તને મારી નાંખીશ જેવી ધમકીઓ આપતાં આ સંબંધે અપહરણનો ભોગ બનેલ ભેમાભાઈ ભુલાભાઈ પટેલે ગત તારીખ ૨૮મી જુનના રોજ દેવગઢ બારીઆ પોલીસ મથકે આવી ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: