દાહોદ બોરડી રેલ્વે ટ્રેક પર એક ૭૦ વર્ષીય અજાણ્યો વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યું
દાહોદ તા.૨૯
દાહોદ અને બોરડી રેલ્વે સ્ટેશન રેલ્વે ટ્રેક પરથી પસાર થઈ રહેલ એક ટ્રેનની અડફેટે એક ૦૭ વર્ષીય અજાણ્યો વૃધ્ધ આવી જતાં તેને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર રેલ્વે પોલીસ સહિત આરપીએફ જવાનો દોડી ગયાં હતાં.
ગત તા.૨૮મી જુનના રોજ સાંજના અંદાજે પાચેક વાગ્યાના આસપાસ દાહોદ બોરડી વચ્ચેથી પસાર થઈ રહેલ અપ ટ્રેન નંબર ૦૬૦૮૪ અપ હજરત નિઝામુદ્દીન ટ્રેનની અડફેટે એક અજાણ્યો અંદાજે ૭૦ વર્ષીય વૃધ્ધ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ટ્રેનની અડફેટે આવતાંની સાથે વૃધ્ધને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળપરજ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રેલ્વે પોલીસ સહિત આરપીએફ જવાનો થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃત અજાણ્યા વૃધ્ધને નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરવામાં આવ્યો હતો.