યુવતીના મોત ને લઇ પંથકમાં ચકચાર : દેવગઢ બારિયા તાલુકાના ગામડી ગામેથી એક યુવતીની લાશ મળી આવતા પંથકમાં ચકચાર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી : યુવતીની લાશ ની નજીકથી મોટરસાયકલ ના સ્પેરપાર્ટ તૂટેલા મળી આવતા અનેક તર્ક – વિતર્ક
દાહોદ તા.૩૦
દેવગઢ બારિયા તાલુકાના ગામડી ગામે રોડની બાજુમાં એક ઈજા પામેલ યુવતીની લાશ મળી આવતા પંથકમાં ચકચાર પોલીસ ઘટના સ્થળે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના ગામડી ગામે રસ્તાની બાજુ માં એક આશરે ૨૦ વર્ષીય યુવતીની ઇજાગ્રસ્ત થયેલી લાશ પડી હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરતાં ગામડી ગામ સહિત આસપાસના ગામલોકો બનાવની જગ્યાએ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા ત્યારે આ યુવતીની લાશ અંગેની જાણ દેવગઢ બારીયા પોલીસ મથકે કરવામાં આવતા પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં મરણ જનાર યુવતી ની આશરે ઉંમર 20 વર્ષીય હોવાનું અને તે નું મોત વહેલી સવારે થયુ હોવાનું જણાઈ આવેલ ક્યારેય ત્યારે આ યુવતીની ઓઢણી તેનાથી થોડે દૂર પડી હતી જ્યારે ચંપલ ની નજીકમાં લોહી પડેલું દેખાતું હતું ત્યારે આ આ યુવતીની લાશ અને રોડ ની વચ્ચેના અંતરમાં બાઈક ના તુટેલા સ્પેરપાર્ટ પણ પડેલા જોવા મળ્યા હતા જેને લઇ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી એફ.એસ.એલ.ની પણ મદદ લઇ યુવતીની ઓળખ થાય તેવા પ્રયત્ન હાથ ધર્યા હતા ત્યારે આ મોટરસાયકલ સ્પેરપાર્ટ ને લઇ ક્યાંક એવું પણ જોવાઈ રહ્યું છે કે મોટરસાયકલ ઉપર યુવતીને લઈ જતી વખતે અકસ્માત સર્જાતા યુવતીનું મરણ થયું હોય અને મોટરસાયકલ ચાલક યુવતીને ત્યાં મૂકીને ફરાર થઇ ગયો હોય તેવું પણ જોવાઈ રહ્યું છે ત્યારે હાલમાં પોલીસે મરણ જનાર યુવતીની લાશને પીએમ અર્થે દેવગઢબારિયા સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોત નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે