સામાન્ય પ્રજાને મોટો આંચકો : અમૂલ ગોલ્ડ શક્તિ પ્રતિ લિટર ૫૮માં મળશે : પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા વચ્ચે અમૂલે દૂધમાં ૨ રૂ.નો વધારો કર્યો


(જી.એન.એસ.)અમદાવાદ,તા.૩૦
હાલ કોરોના કાળમાં સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો ઐતિહાસિક સપાટીએ છે. અમદાવાદમાં ૯૫ રૂપિયાથી પણ વધારે લિટરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. તેલ અને શાકભાજીના ભાવોમાં પણ ભડકો છે. આ વચ્ચે સામાન્ય જનતા માટે વધુ એક ઝટકો લાગ્યો છે. અમુલે પોતાની તમામ બ્રાન્ડના દૂધમાં ૨ રૂપિયાનો ભાવવધારો કર્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે સામાન્ય પ્રજા પિસાઈ રહી છે. સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. કોરોના કાળમાં અનેક લોકોની નોકરીઓ પણ છૂટી ગઈ છે. અથવા પહેલાં કરતાં ઓછી કમાણી થઈ રહી છે. આ વચ્ચે ઓછી આવકમાં ઘર ચલાવવું પડી રહ્યું છે. તેવામાં ઘરમાં સૌથી આવશ્યક વસ્તુ એવી દૂધના ભાવમાં અમુલે ૨ રૂપિયાનો વધારો કરતાં સામાન્ય લોકોની હાલત કફોડી બની જશે.
અમુલે તમામ બ્રાન્ડના દૂધમાં ૨ રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધારો કરતાં હવે અમુલ ગોલ્ડ પ્રતિ લિટર હવે રૂ.૫૮માં મળશે, અમુલ તાજા પ્રતિ લિટર હવે રૂ.૪૬માં મળશે, અને અમુલ શક્તિ પ્રતિ લિટર હવે રૂ.૫૨માં મળશે. અને અમુલ દ્વારા કરવામાં આવેલો આ ભાવવધારો આવતીકાલથી જ અમલી બનશે. એટલે કે આવતીકાલથી તમારા ખિસ્સા વધારે ઢીલા કરવા માટે તૈયાર રહેજાે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: