દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સણગીયા ગામનો ચકચારી બનાવ : જમીન સંબંધી ઝઘડામાં સગાભાઈએ સગાભાઈને મોતને ઘાટ ઉતારતાં ચકચાર

દાહોદ તા.૦૧

સીંગવડ તાલુકાના સણગીયા ગામનો ચકચાર બનાવ સામે આવ્યો છે જેમાં જમીન સંબંધી મામલે એક ઈસમે એકદમ ઉશ્કેરાઈ જઈ બે જણાને કુહાડીના ઘા મારતાં બે પૈકી એકને ગળાના ભાગે કુહાડી ઝીંકી દેતાં ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યાનું જાણવા મળે છે જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓને પગલે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

ગત તા.૨૯મી જુનના રોજ સીંગવડ તાલુકાના સણગીયા ગામે માળ ફળિયામાં રહેતાં દિપકભાઈ ઉર્ફે દિપાભાઈ રાવજીભાઈ સંગાડા પાતાના જ ગામમાં રહેતાં મુકેશભાઈ રાવજીભાઈ સંગાડાના ઘરે રાત્રીના દશેક વાગ્યાના સમયગાળા દરમ્યાન આવ્યો હતો અને પોતાની સાથે કુહાડી પણ લાવ્યો હતો. આ દરમ્યાન જમીનના ઝઘડા અંગે વાતચીત કરતાં હતાં તે સમયે દિપકભાઈ ઉર્ફે દિપાભાઈ સંગાડા ત્યાં આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારે વધારે જમીન જાેઈએ છે તેમ કહેતાં મુકેશભાઈ તથા તેમના પરિવારજનોએ ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાય ગયેલ દિપકભાઈએ પોતાની સાથે લાવેલ કુહાડી વડે શાન્તીલાલને ગળાના ભાગે કુહાડીના ઘા મારી લોહી લુહાણ કરી ઘટના સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી દઈ મુકેશભાઈને પણ ગળાના નીચેના ભાગે તેમજ છાતીના ભાગે કુહાડી મારી જીવલેણ ઈજાઓ પહોંચાડતાં તેઓને પરિવારજનો દ્વારા તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે શાંન્તિલાલને મોતને પગલે પંથકમાં ખળભળાટ સાથે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. 

આ સંબંધે ઈજાગ્રસ્ત મુકેશભાઈ રાવજીભાઈ સંગાડાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!