દાહોદ તાલુકાના ખરોદા ગામેથી એક વાડીમાંથી ૯.૫ ફુટનો લાંબો અજગર રેશ્કયુ કરવામાં આવ્યો
દાહોદ તા.02
દાહોદ તાલુકાના ખરોદા ગામે એક વાડીમાં સ્થાનિકોને અજગર જોવાતા આ અંગેની જાણ લાઈફ ફોર વાઇલ્ડ ગ્રુપને કરવામાં આવતા ભારે જહેમત બાદ 9.5 ફૂટના અજગરનું રેસ્ક્યું કરી અનુકૂળ સ્થળ પર છોડી મૂકવામાં આવ્યો હતો.
ગત તા.30.06.2021 ના રોજ ખરોદા ગામે રહેતા હીરાભાઈ સોઇડાની વાડીમાં તેઓને અજગર જોવાયો હતો. આ અંગેની જાણ આસપાસ સહિત ગ્રામજનોને થતાં તમામ વાડી તરફ દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ લાઈફ ફોર વાઇલ્ડ ગ્રુપને કરવામાં આવતા લાઈફ ફોર વાઇલ્ડ ગ્રુપના સભ્યો સ્થળ પર દોડી ગયા હતા. ભારે જહેમત બાદ લાઈફ ફોર વાઇલ્ડના સભ્યો દ્વારા અજગરને રેસક્યું કરવામાં આવ્યો હતો. અજગર અંદાજે 9.5. ફૂટ લાંબો અને અંદાજે 20 કિલો વજનનો હતો. લાઈફ ફોર વાઇલ્ડ દ્વારા આ અંગે નજીકના ફોરેસ્ટ ખાતાની અધિકારીઓને જાણ કરી આ રેસ્કયું કરાયેલ અજગરને અનુકૂળ સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.