સામ – સામે ગોળીબારમાં એક જવાન શહિદ : આતંકનો સફાયો : પુલવામાં સેનાએ એન્કાઉન્ટરમાં ૫ આતંકીઓને ઠાર કર્યા
(જી.એન.એસ.)પુલવામા,તા.૨
જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે એટલે કે શુક્રવારે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અહિયાં આપણા જવાનાએ ૫ આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ભાગ્યવશ ભારતનો એક જવાન પણ આ લડાઈમાં શહીદ થયો હતો. પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ ગામમાં આંતકવાદીઓ હોવાની જાણ થતાં જ ભારતીય સુરક્ષા સેના દ્વારા પુલવામાં જિલ્લાના હાજિન ગામને ઘેરી એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જાેત જાેતમાં આતંકવાદીઓ દ્વારા સેના પર ફાયરિંગ થતાં આ અભિયાન સામ સામે ગોળીબારમાં ફેરવાઇ ગયું હતું. ભારતીય જવાનોએ આ ફાયરિંગનો મુકાબલો કરી ૫ આતંકીઓને ઠાર કર્યા હતા.
કાશ્મીરના ૈંય્ઁ વિજય કુમારે આ ઓપેરેશન વિશેની વિગતો આપતા જણાવ્યું છે કે આ ત્રણ આંતકવાદી મૃત્યુ પામ્યા છે અને હજી પણ બીજા આતંકીઓની શોધ ખોળ ચાલુ છે. વધુમાં તેમણે જણાવ્યું કે શરૂઆતના ગોળીબારમાં જ ભારતનો એક જવાન ઘાયલ થયો હતો, જેને હોસ્પીલટલમાં લઈ ગયા બાદ તેનું મૃત્યુ થયું હતું. ત્યારવાદ જવાનોએ તેનો જવાબ આપતા તેમના ત્રણ સાથીઓને માર્યા હતા.
આ પહેલા જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પણ બુધવારે ત્રણ આતંકીઓને ખાત્મો બોલાવી દેવાયો હતો. જ્યારે સેનાના બે જવાનો પણ ઘાયલ થયા હતા. ભારતીય સેનાનુ કહેવુ છે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામેનુ અભિયાન ચાલુ રહેશે, રાજ્યમાં શાંતિ સ્થપાય તે ભારતીય સેનાનુ પહેલેથી જ લક્ષ્ય છે. અમારી પાસે આતંકીઓ સામે અભિયાન ચલાવવા માટે મજબૂત તંત્ર પણ છે. શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં વિઘ્ન ઉભુ કરવા માંગતા તત્વોનુ ધ્યાન રાખવાની જરૂર છે.
ડ્રોન એટેક પાછળ લશ્કર અને જૈશ ઃ ડીજીપી
બીજી તરફ, જમ્મુ – કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંઘનું કહેવું છે કે ડ્રોન દ્વારા હથિયારો, વિસ્ફોટકો અને ડ્રગ્સ મોકલવા પાછળ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર – એ – તૈયબા અને જૈશ – એ – મોહમ્મદનો હાથ છે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને વિકાસ લાવવા આતંકવાદને નકારી કાઢવામાં આવે અને તેને હરાવવામાં આવે. ડીજીપીએ કહ્યું હતું કે આતંકવાદને નાબૂદ કરવા માટે આતંકવાદ વિરોધી કાર્યવાહીની ગતિ વધુ વેગ આપવામાં આવશે, જ્યારે બીજી તરફ, ડ્રોન જેવી ધમકીઓ સામે કાર્યવાહી કરવા સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જમ્મુના ઉચ્ચ સિક્યુરિટી એરપોર્ટ સંકુલમાં સ્થિત એરફોર્સ સ્ટેશન પર તાજેતરમાં ડ્રોન હુમલો થયો હતો.

