આમિર ખાન – કિરણ રાવના લગ્નજીવનનો ૧૫ વર્ષ બાદ આવ્યો અંત, છૂટા થવાનો કર્યો ર્નિણય

(જી.એન.એસ)મુંબઈ,તા.૩
બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થયા. લેટેસ્ટ સમાચાર પ્રમાણે, આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો ર્નિણય કર્યો છે. જાેકે આ ર્નિણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતીથી છૂટા થવાનો ર્નિણય કર્યો છે, બંનેએ ઓફિશિયલ સ્ટેટમેંટ પણ જાહેર કરી દીધું છે.
બંનેએ સ્ટેટમેન્ટમાં લખ્યું, ૧૫ વર્ષ સાથે પસાર કર્યા દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યા અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન કર્યો હતો અને અમને હવે અલગ-અલગ રહેવાની વ્યવસ્થા સરળ લાગવા લાગી છે. અમે દીકરા આઝાદ માટે કો-પેરન્ટ્‌સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું.
અમે ફિલ્મો અને અમારા પાણી ફાઉન્ડેશન સિવાય એ દરેક પ્રોજેક્ટ્‌સમાં સાથે કામ કરીશુ જેમાં અમને રસ છે. અમારા મિત્રો અને સંબંધીઓનો આભાર જેમણે અમને આ સમયમાં સતત સહકાર આપ્યો. તેમના સમર્થન વગર અમે આ ર્નિણય ના લઈ શકતાં. અમે અમારા શુભચિંતકો પાસેથી આશા રાખીએ છીએ કે, તેઓ અમારા આ ડિવોર્સને એક અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત તરીકે સ્વીકારે.
આમિર ખાન અને કિરણ રાવે ૨૮ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ લગ્ન કર્યાં હતાં. આ દરમિયાન બંનેને એક પુત્ર આઝાદ પણ છે.
તે પહેલાં આમિર ખાને રીના દત્તા સાથે ૧૮ એપ્રિલ, ૧૯૮૬ના રોજ લગ્ન કર્યાં હતાં. તે લગ્નથી તેમને દીકરો જુનૈદ અને દીકરી ઇરા છે. બંનેએ ૨૦૦૨માં ડિવોર્સ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!