ફતેપુરા ના કરોડીયા પુર્વ ગામે જુગાર રમતા પાંચ શકુનીઓને પોલીસે ઝડપી લીધા : જુગારીઓ પાસેથી 5 મોબાઈલ, રૂ.15390/- મળી કુલ 22390 નો મુદ્દામાલ જપ્ત કર્યો
ફતેપુરા તા.04
ફતેપુરા તાલુકાના કરોડીયા પુર્વ ગામે ખુલ્લા ખેતરમા જુગાર રમતા પાંચ વ્યક્તિઓની રૂ.15390ની રોકડ પાંચ મોબાઈલ સહીત રૂ.22390 નો મુદ્દામાલ સાથે ફતેપુરા પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
ફતેપુરા પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે, કરોડીયા પુર્વ ગામે નરસિંહભાઇ રામચંન્દ્ર ડીંડોર ના ઘરની પાછળ ખુલ્લામાં કેટલાક ઇસમો બેસી પાના પત્તાનો જુગાર રમે છે, જે મળેલ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ ફતેપુરા પી.એસ.આઈ. સી.બી.બરંડા એ પોલીસ સ્ટાફ મુકેશકુમાર ઉદેસિંહ, પિન્ટુભાઇ સુભાષભાઇ, કલ્પેશભાઇ ડાહયાભાઈ, મહેશકુમાર પ્રતાપભાઇ, રતનસિંહ મંગળસિંહ, બાબુભાઈ કશનાભાઈ અને બે પંચના માણસો સાથે રેડ કરી ટોળુ વળી પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી લીધા હતા, પોલીસે પકડાયે પાંચ આરોપીઓ નરસિંહ રામચંન્દ્ર ડીંડોર, પ્રકાશ લવજી તાવિયાડ, જગદીશ વખજી ડીંડોર, દશરથ રામચંન્દ્ર ડીંડોર, ભમરસિહ રામચંન્દ્ર ડીંડોર સહિત પાંચેય જુગારીયાઓની અંગઝડતી કરતા તેમની પાસેથી રોકડ રકમરૂ.15390, પાંચ મોબાઈલ કિ.રૂ.7000, ગંજી પાના પત્તા નંગ-5 કિ.રૂ.20 મળી કુલ રૂ.22390 નો મુદ્દામાલ મળી આવ્યો હતો, પોલીસે તમામ પાંચેય જુગારીયાઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી તમામ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા, હાલ તો પોલીસે જુગાર ધારા કલમ -૧૨ મુજબ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.