ઝાલોદ શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સહિત ૩૦૦ થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જાડાયા
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપના લોકસભા ચુંટણીના ઉમેદવારોના નામ જાહેર થતાં જ બંન્ને પક્ષના ઉમેદવારો દ્વારા જાહેર સભાઓ સંબોધી રહ્યા છે ત્યારે ગતરોજ ભાજપા દ્વારા ઝાલોદ તાલુકામાં યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના ૩૦૦થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જાડાયા હતા.
હાલ દાહોદ જિલ્લામાં લોકસભાની ચુંટણીનો માહોલ પુરજાશમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો દ્વારા જિલ્લાના અનેક નાના મોટા ગામોમાં જાહેર સભાઓ સંબોધી રહ્યા છે અને આ જાહેર સભાઓમાં પરસ્પર એકબીજાના કાર્યકર્તાઓ જે તે પાર્ટીમાં પણ જઈ રહ્યા છે ત્યારે ગતરોજ ઝાલોદ તાલુકામાં ભાજપ દ્વારા યોજવામાં આવેલી જાહેર સભામાં ઝાલોદ શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સહિત ૩૦૦ થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જાડાતા કોંગ્રેસમાં ગાબડુ પડ્યુ હોવાનુ પણ ચર્ચાઈ રહ્યુ છે.