૩ પૂર્વ સીએમ અને એક ડે.સીએમ સહિત યુપી – બિહાર – મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી બનશે મંત્રી : મોદી કેબિનેટનું વિસ્તરણ ૭મીએ, સિંધિયા – અનુપ્રિયા ૧૭ – ૨૨ નવા મંત્રી ઉમેરાશે

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ જુલાઈએ મોદી કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. માહિતી મુજબ, મોદી ૨.૦નું પ્રથમ વિસ્તરણ બુધવારે સવારે ૧૧ વાગે થશે. કેબિનેટમાં હાલમાં ૨૮ મંત્રી પદ ખાલી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે ૧૭-૨૨ સાંસદોને મંત્રી પદના શપથ અપાવવામાં આવી શકે છે. સૂત્રો મુજબ મોદીએ ૨ દિવસ સુધી ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપા સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સાથે કેબિનેટ વિસ્તાર મુદ્દે બેઠક કરી છે.
મધ્યપ્રદેશઃ રાજયમાં ભાજપની સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા મોદી કેબિનેટના નવા યુવા ચહેરો બની શકે છે. આ ઉપરાંત જબલપુરના ભાજપ સાંસદ રાકેશ સિંહનું નામ પણ છે. મશયપરદેશથી ૧-૨ નામોની ચર્ચા કેબિનેટ વિસ્તાર માટે કરાઇ છે.
બિહારઃ લોજપાના સાંસદ પશુપતિ કુમાર પારસ અને ત્નડ્ઢેંના આરસીપી સિંહને મંત્રી બનાવવામાં આવી શકે છે. બિહારથી ૨-૩ નામોની ચર્ચા છે.
ઉત્તરપ્રદેશઃ અપના દળના અનુપ્રિયા પટેલઉ નામ સૌથી આગળ છે. અનુપ્રિયા ગયા મહીને દિલ્હી જઈને ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. તે ઉપરાંત વરુણ ગાંધી, રમશંકર કઠેરિયા, અનિલ જૈન, રીટા બહુગુણા, ઝફર ઇસ્લામના નામની પણ ચર્ચા છે.
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રથી ભાજપના સાંસદ હિના ગાવિતને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. તેમની ઉપરાંત ભુપેન્દ્ર યાદવ, પુનમ મહાજન અને પ્રીતમ મુંડેના નામની પણ ચર્ચા છે.
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેને પણ કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. તીરથ સિંહ રાવતે ૨ દિવસ પહેલા જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત બિહારના પૂર્વ ડેપ્યુટી ઝ્રસ્ સુશિલ મોદીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
આ ઉપરાંત લદાખથી ભાજપ સાંસદ જામયાંગ નામગ્યાલ, ઉત્તરાખંડથી અજય ભટ્ટ અથવા અનિલ બાલુની, કર્ણાટકથી પ્રતાપ સિંહા, પશ્ચિમ બંગાળથી જગન્નાથ સરકાર, શાંતનુ ઠાકર અથવા નિસિથ પ્રમાણિક, હરિયાણાથી બ્રિજેન્દ્ર સિંહ, રાજસ્થાનથી રાહુલ કસવાન, ઓરિસ્સાથી અશ્વિની વૈષ્ણવ, દિલ્હીથી પરવેશ વર્મા અથવા મીનાક્ષી લેખીનું નામ પણ શપથ લેનારાઓમાં સામેલ થઈ શકે છે.
હાલમાં મધ્યપ્રદેશથી મોદી કેબિનેટમાં ૪ મંત્રી છે. નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ, થાવરચંદ ગહેલોત અને ફગ્ગનસિંહ કુલસ્તે. કુલસ્તે અથવા થાવરચંદમાં થી કોઈ એકને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે. વધુ ચર્ચા ૭૩ વર્ષીય થાવરચંદના નામની છે. જે ૨૦૧૪થી મોદી વડાપ્રધાન બન્યા બાદ થી સતત તેમની કેબિનેટમાં સામેલ રહ્યા છે.
પશ્ચિમ બંગાળ- મોદી કેબિનેટમાં બંગાળથી બે નેતાઓને જગ્યા મળી શકે છે. જેમાં ભીજપના સાંસદ શાંતનુ ઠાકુર અને નિસિથ પ્રમાણિકના નામ આગળ છે. આ ઉપરાંત ઓડિશાથી પણ એક મંત્રી કેબિનેટમાં સામેલ થઈ શકે છે.
૯ મંત્રીઓ છોડી શકે છે વધારાનો કાર્યભાર સંભાળતા મંત્રાલય

  • પ્રકાશ જાવડેકર
  • પીયુષ ગોયલ
  • ધર્મેન્દ્ર પ્રધાન
  • નિતિન ગડકરી
  • હર્ષવર્ધન
  • નરેન્દ્ર સિંહ તોમર
  • રવિશંકર પ્રસાદ
  • સ્મૃતિ ઈરાની
  • હરદીપ સિંહ પુરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: