દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામે ૨૭ ઈસમોના ટોળાએ એક ઘર પર પથ્થર મારો કરી એકને માર મારી ભારે ધિંગાણું મચાવી લુંટ ચલાવતાં પંથકમાં ભયનો માહોલ સર્જાયો : સામાપક્ષેથી પણ એકદિવસ પહેલાં ધિંગાણું મચાવ્યું હતું : પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં

દાહોદ તા.૦૬

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામે ગતરોજ ૩૦ જેટલા ઈસમોના ટોળા એક ઘર પર તિરમારો, પથ્થર મારો સહિત મારક હથિયારો ધારણ કરી ભારે ધિંગાણું મચાવ્યાંની ઘટના બાદ સામાપક્ષેથી પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ૨૭ જેટલા ઈસમોના ટોળાએ સામાપક્ષે મારક હથિયારો સાથે ઘસી આવી ભારે ધિંગાણું મચાવી લુંટ કરવાના ઈરાદે ઘર પર પથ્થર મારો, ઘરમાં તોડફોડ સહિત રૂા.૬,૭૦૦ની શેરી રસ્તાની અદાવત રાખી લુંટ ચલાવી ટોળાએ ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ધાનપુર તાલુકાના નવાનગર ગામે કદવાલ ફળિયામાં રહેતાં હીરાભાઈ ધુળાભાઈ ડામોરે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૦૪ જુલાઈના રોજ પોતાના ગામમાં રહેતાં કસનાભાઈ ચુનીયાભાઈ, છગનભાઈ ચુનીયાભાઈ, નાથીયાભાઈ ચુનીયાભાઈ, મગનભાઈ ચુનીયાભાઈ, અગનભાઈ મગનભાઈ, સુરમલભાઈ કસનાભાઈ, પપ્પુભાઈ કસનાભાઈ, અલીયાભાઈ કસનાભાઈ, દિલીપભાઈ કસનાભાઈ, કનુભાઈ નાથીયાભાઈ, અપીલભાઈ રાજુભાઈ, વકીલભાઈ અગનભાઈ, પુનમભાઈ દેવલાભાઈ, ઈશ્વરભાઈ  દેવલાભાઈ, ધર્માભાઈ પુનમભાઈ, પ્રવિણભાઈ ઈશ્વરભાઈ, અરવિંદભાઈ ઈશ્વરભાઈ, કનુભાઈ નાથીયાભાઈ, રમલાભાઈ છગનભાઈ, લલ્લુભાઈ છગનભાઈ, પીન્ટુભાઈ કસનાભાઈ, નવલાભાઈ દેવલાભાઈ, અર્જુનભાઈ નવલાભાઈ, રાકેશભાઈ ઉર્ફે રાકાભાઈ દેવલાભાઈ, અર્જુનભાઈ નવલાભાઈ, રાકેશભાઈ ઉર્ફે રાકાભાઈ નવલાભાઈ, ગોરચંદભાઈ ગુમાભાઈ, વાઘજીભાઈ ભાવલાભાઈ તમામ જાતે ડામોર અને મીનામાનાઓએ પોતાની સાથે લાકડીઓ, ગોફણો, ધારીયા જેવા મારક હથિયારો ધારણ કરી  શેરી રસ્તાની અદાવત રાખી હીરાભાઈના ઘર તરફ ઉપરોક્ત ટોળું મારક હથિયારો સાથે ઘસી આવ્યું હતું અને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને ચેતાનભાઈ સુમલાભાઈ ડામોરના ખિસ્સામાંથી રોકડા રૂપીયા ૬,૭૦૦ની લુંટ ચલાવી હતી. ચેતાનભાઈને પગના ભાગે પથ્થરો મારી ઘરમાં ટોળું ઘુસી ગયું હતું અને ઘરમાં તેમજ ઘરના નળીયાની તોડફોડ કરી, ઘરમાં મુકી રાખેલ સરસામાન, અનાજ વિગેરે વેર વિખેર કરી નાખ્યું હતું. મારી નાંખવાની ધમકીઓ આપી ટોળું નાસી જતાં આ સંબંધે હીરાભાઈધુળાભાઈ ડામોરે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: