કોંગ્રેસમાં ફેરફારની તૈયારી : અન્ય વ્યક્તિને અધ્યક્ષ બનાવવા ગાંધી પરિવાર તૈયાર

કોંગ્રેસમાં ફેરફારની તૈયારી ઃ અન્ય વ્યક્તિને અધ્યક્ષ બનાવવા ગાંધી પરિવાર તૈયાર
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૬
કોંગ્રેસમાં આગામી દિવસોમાં ધરખમ ફેરફારો થવાની શક્યતા દેખાઈ રહી છે. પાર્ટીની અંદર ઉઠી રહેલા વિરોધાભાસી સૂર અને્‌ બીજી સહયોગી પાર્ટીઓના દબાણની વચ્ચે પાર્ટી સક્રિય મોડમાં દેખાવા માંગે છે.
સૂત્રોનુ કહેવુ છે કે, પાર્ટીમાં બદલાવ માટે ત્રણ ફોમ્ર્યુલા તૈયાર કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધી પરિવારની બહારના વ્યક્તિને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાઈ શકે છે. કારણકે રાહુલ ગાંધી પરિવારથી અલગ કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવવા માટે મક્કમ છે. હવે પાર્ટી પણ આ વાત સ્વીકારે તેવી શક્યતા છે.
બીજી તરફ લોકસભામાં રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનવા તૈયાર થઈ શકે છે. બીજી ફોમ્ર્યુલાના ભાગરૂપે પાર્ટી સોનિયા ગાંધીને ૨૦૨૪ સુધી અધ્યક્ષ બનવા માટે આગ્રહ કરી શકે છે. અથવા તો ત્રીજી ફોમ્ર્યુલા એવી છે કે, રાહુલ ગાંધીને જ પાર્ટીના અધ્યક્ષ બનવા માટે કોંગ્રેસી નેતાઓ દબાણ કરી શકે છે. જાેકે રાહુલ ગાંધી હાલના તબક્કે આ પદ લેવા માટે તૈયાર નથી.
બીજી તરફ હરિયાણા કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે. પૂર્વ સીએમ ભુપેન્દ્રસિંહ હુડ્ડા જુથના ૨૨ ધારાસભ્યોએ સોમવારે કુમાર સૈલજા સામે મોરચો ખોલ્યો છે. આ ધારાસભ્યો પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે માંગ કરી હતી કે, કુમાલી સૈલજાની જગ્યાએ હુડ્ડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે. કારણકે ઓમ પ્રકાશ ચૌટાલાના જેલમાંથી બહાર આવ્યા બાદ જાટ વોટબેન્કને જાળવી રાખવા માટે હુડ્ડાને ફ્રી હેન્ડ આપવો જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!