દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટીવાવ ગામે પોલીસનો સપાટો : એક બોલેરો ગાડી સાથે બે જણાની અટકાયત કરી કુલ રૂા.૩.૮૬ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો : ફોર વ્હીલર ગાડી મળી કુલ રૂા.૫.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
રિપોર્ટર : અર્જુન ભરવાડ
દાહોદ તા.૦૭
લીમખેડા પોલીસે નાકાબંધી કરી મોટીવાવ ગામ પાસે દુધિયા તરફથી આવતી એક બોલેરો ગાડી સાથે ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઈ ગાડીમાંથી રૂપિયા ૩ . ૮૬ લાખનો દારૂનો જથ્થો અને ૨ મોબાઇલ તથા ૨ લાખની કિંમતની બોલેરો ગાડી મળી કુલ રૂપિયા ૫. ૮૮ લાખ નો મુદ્દામાલ કબજે લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાના દૂધિયા તરફથી એક બોલેરો જીપ દારૂ તથા બિયર નો જથ્થો ભરી મોટી વાવ ગામ તરફ આવતી હોવાની બાતમીના આધારે લીમખેડા પોલીસે ગતરોજ વહેલી સવારે ના 3.15 વાગ્યાના સુમારે લીમખેડા તાલુકાના મોટી વાવ ગામે ચોકડી પર જરૂરી વોચ રાખી ઊભી હતી તે દરમિયાન બાતમી માં મદર્શાવેલ બોલેરો જીપ ગાડી દૂરથી નજરે પડતા વોચ માં ઉભેલ પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતા જ પોલીસે તેને ચારેય બાજુથી ઘેરી લઈ તેના ચાલક હર્ષદકુમાર ઉર્ફે વિકી કિશોરી રહે માણેક બજાર લીમડી તથા મહેશ રમેશ માલીવાડ રહે લીમડી ની અટક કરી હતી જયારે
પોલીસે સદર બોલેરો જીપ ગાડી ની તલાશી લઈ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ લન્ડન પ્રાઈઝ વિસ્કીના મારકા વાળી રૂપિયા 1.27 680 ની કિંમતની બોટલ નંગ 912 તથા ગોવા વ્હીસ્કીનીરૂપિયા60480 ની કિંમત ની બોટલ નંગ 432 અને રૂપિયા 75 600 ની કિંમતની 720 નંગ દારૂની બોટલો તથા રૂપિયા 1.23 લાખના પતરાના ટીન નંગ 1296 મળી કુલ રૂપિયા 3.86 880 ની કિંમતનો વિદેશી દારૂ તથા બિયરની બોટલો નંગ 3360 ઝડપી પાડી ઝડપાયેલા શખ્સો પાસેથી ૨ મોબાઇલ કબજે લઇ સાથે દારૂમાં હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨ લાખની કિંમતની બોલેરો જીપ ગાડી મળી કુલ રૂપિયા ૫. ૮૮ ૮૮0 નો મુદ્દામાલ કબજે લીધો હતો પોલીસે ઝડપાયેલા હર્ષદકુમાર ઉર્ફે વિકી કિશોરી લાલ પાલ તથા મહેશ રમેશ માલીવાડ બંને રહે લીમડી વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છ