દાહોદ ખાતે શ્રીરામ ભગવાનની જન્મ જયંતિ(રામ નવમી) ના દિવસે ત્રીજી ભવ્ય રામયાત્રાનું આયોજન
દાહોદ તા.૧૦
દાહોદ ખાતે શ્રીરામ ભગવાનની જન્મ જયંતિ(રામ નવમી) ના દિવસે તા.૧૪.૦૪.૨૦૧૯ને રવિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રીજી ભવ્ય રામયાત્રાનું આયોજન સંસ્કાર સોશીયલ ગ્રૃપ દ્વારા કરવામાં આવ્યુ છે.જે રાજરાજેસ્વર
મહાદેવ મંદિર ઠક્કર ફળિયા થી નીકળશે
આ સંદર્ભે તા.૧૧.૦૪.૨૦૧૯ના રોજ સાંજે ૬ કલાકે પ્રભુશ્રી રામજી ની પ્રતિમા ભવ્ય આગમન ગોધરા રોડ થી બાઈક રેલી સાથે આયોજન પણ કરવામાં આવેલ છે તથા ગૌરક્ષક દળ દ્વારા પણ રામ યાત્રામા વધુમાં વધુ રામભક્તો જોડાય તે હેતુથી તક ૧૪/૪/૨૦૧૯ રોજ સવારે ૯.૩૦ કલાકે બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે તથા સંસ્કાર સોશીયલ ગ્રૃપ દ્રારા રામ યાત્રાના દિવસે વધુમાં વધુ લોકો જોડાય તેવુ ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.