આજરોજ ભારતીય જનતા પાર્ટી દાહોદ તાલુકાની કારોબારીની બેઠકનું આયોજન અવંતિકા રીસોર્ટ જાલત મુકામે કરવામાં આવ્યું હતું.

દાહોદ તા.૦૮
દાહોદ ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર, સંસદસભ્ય જસવંતસિંહ ભાભોર,જીલ્લા મહામંત્રી કનૈયાભાઇ કિશોરી, જીથરાભાઇ ડામોર,કૈલાસબેન પરમાર, ગૌતમ ભાઇ સંગાડા,સુધીર ભાઇ લાલપુર વાલા, સફદર ભાઇ લીમખેડા વાલા, ગુલશનભાઇ બચાણી તથા અપેક્ષિત સભ્યો તાલુકા કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર કોરોના મહામારીના કપરાં કાળમાં સરકારની કામગીરીને બિરદાવી હતી તથા સંભવિત ત્રીજી લહેરના મુકાબલા માટે સાવચેત રહેવાની અપીલ કરી હતી,શોકપ્રસ્તાવ શહેર કાર્યકારી પ્રમુખ મનોજ ભાઇ વ્યાસે રજુ કર્યા હતો. સંસદ સભ્ય શ્રી જસવંતસિંહજી ભાભોર તથા સુધીરભાઇ લાલપુરવાલા પ્રસંગ અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતુ.અંત માં આભારવિધિ કનૈયાભાઇ કિશોરી દ્વારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા મહામંત્રી મુકેશભાઇ ખચ્ચરે કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!