ફતેપુરાના તળાવની પાળે ગેરકાયદે ખોદકામ પ્રકરણ : ફતેપુરાના તલાટી કમ મંત્રી દ્વારા બે વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ આપી
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ગતરોજ મધ્યરાત્રીના સમયે કેટલાંક ભુમાફીયાઓ દ્વારા નગરમાં આવેલ તળાની પાળ પર ગેરકાયદે ખોદકામ કરતાં હોવાનું ગ્રામજનોને માલુમ પડતાં ગ્રામજનો દ્વારા તળાવ પર જઈ હલ્લાબોલ કરતાં ખોદકામ કરી રહેલ જેસીબી અને મશીનવાળાઓ નાસી ગયાં હતાં જ્યારે આ મામલે ગ્રામજનો દ્વારા કલેક્ટરથી લઈ ઉચ્ચસ્તરીય રજુઆતો અને વિરોધ કરતાં આજરોજ આ સંબંધે ફતેપુરાના તલાટી કમ કમંત્રી દ્વારા આ મામલામાં સંડોવાયેલ ગામમાં રહેતી બે વ્યક્તિઓ વિરૂધ્ધ નામજાેગ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા નગર જાણે ભુમાફીયાઓનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે. કોઈને કોઈક દિવસે ફતેપુરા નગરમાં ભુમાફીયાઓના આતંકને પગલે ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે ગતરોજ તાજા એક બનાવમાં મધ્યરાત્રીના સમયે જેસીબી મશીન અને ટ્રેક્ટર વડે તળાવની પાળ તરફ ખોદકામ ચાલતું હોવાની મધ્યરાત્રીના સમયે ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવ ખાતે દોડી ગયાં હતાં અને ગ્રામજનોને આવતાં જાેઈ જેસીબી મશીન અને ટ્રેક્ટરના ચાલકો રફુચક્કર થઈ ગયાં હતાં. રાતો રાતજ દાહોદ જિલ્લા કલેક્ટર પર ફતેપુરાના ગ્રામજનોના ફોન રણકવા લાગ્યા હતાં અને બીજા દિવસે કલેક્ટરથી લઈ સંલગ્ન અધિકારીઓને ભુમાફીયાઓના વિરોધમાં સખ્ત વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ સંબંધે આજરોજ ફતેપુરા ગ્રામપંચાયતના તલાટી કમમંત્રી વિક્રમસિંહ અમરસિંગ ડામોર દ્વારા ફતેપુરાના તાલુકાના કરોડીયાપુર્વ ગામે રહેતાં કાન્તીલાલ અંબાલાલ પંચાલ અને ઝાલોદ તાલુકાના ઝાલોદ નગરમાં રહેતાં ઘાંચી મહમંદ ઈસાખ અબ્દુલ ગનીભાઈ વિરૂધ્ધ આ મામલે બંન્ને વિરૂધ્ધ તલાટી કમમંત્રી દ્વારા આ સંબંધે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

