દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બને તે માટેદાહોદ શહેરના શનિ મંદિર ખાતે હવન કાર્યક્રમ રાખવામાં આવ્યો
દાહોદ તા.૧૧
હાલ લોકસભા ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે તેવા સમયે દાહોદ શહેરમાં વડાપ્રધાન મોદીની જીત માટે શહેરના શનિ મંદિરે મંદિરના સ્વામીઓ દ્વારા હવન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
એક તરફ આજે પ્રથમ ચરણનું ૯૦ બેઠકો મતદાન થઈ હતુ અને હાલ સમગ્ર દેશમાં લોકસભા ચુંટણીનો માહોલ પુરજાશમાં ચાલી રહ્યો છે. દરેક પક્ષના નેતાઓ,ઉમેદવારો, કાર્યકર્તાઓ,પાર્ટીઓ પોત પોતાના જીતના દાવાઓ પણ કરી રહી છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં ભાજપા અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે અને સભાઓ પણ યોજી રહ્યા છે. આવા સમયે દાહોદ શહેરના શનિ મંદિર ખાતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બને તે માટે સ્વામી ઓમ પ્રકાશનંદ સરસ્વતીજીની અધ્યક્ષસ્તામાં શનિ મંદિર ખાતે હવન રાખવામાં આવ્યો હતો. આ હવન કાર્યક્રમમાં મંદિરના પુજારીઓ સહિત સ્વામીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વખત દેશના વડાપ્રધાન બને તે માટે પ્રાર્થના પણ કરી