દાહોદ શહેરમાં મોટરસાઈકલ ચોર ટોળકીનો તરખાટ : એકજ દિવસમાં એ પણ ધોળે દિવસે એક સાથે બે મોટરસાઈકલોની ઉઠાંતરી : ફતેપુરામાંથી પણ એક મોટરસાઈકલની ઉઠાંતરી
રિપોર્ટર : યાસીન પટેલ
દાહોદ તા.૦૯
દાહોદ શહેરમાંથી બે તેમજ ફતેપુરા તાલુકામાંથી એક મળી કુલ લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસે મધ્યપ્રદેશની રેસીંગ મોટરસાઈકલ ચોર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે પરંતુ આ સિવાય અન્ય મોટરસાઈકલ ચોર ગેંગ પણ દાહોદ જિલ્લામાં એક્ટીવ હોવાનું લાગી રહ્યું છે. દાહોદ શહેરમાં આવેલ રાત્રી બજાર તેમજ બસ સ્ટેશન વિસ્તાર ખાતેથી કુલ બે મોટરસાઈકલ ચોરીના બનાવો સામે આવ્યાં છે જેમાં દાહોદ શહેરના સુખદેવ કાકાની ચાલ ખાતે રહેતાં અશોકભાઈ ગંગાભાઈ કેવડે ગત તા.૦૭મી જુલાઈના રોજ પોતાની મોટરસાઈકલ દાહોદ શહેરના રાત્રી બજાર વિસ્તારમાં બપોરના ૦૨ વાગ્યા આસપાસ લોક મારી પાર્ક કરી કોઈ કામ અર્થે ગયાં હતાં. આ મોટરસાઈકલને ધોળે દિવસે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે અશોકભાઈ ગંગાભાઈ કેવડે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અન્ય મોટરસાઈકલ પર દાહોદ શહેરના બસ સ્ટેશન વિસ્તાર ખાતેથી ચોરી થઈ છે જેમાં દાહોદ શહેરમાં રહેતાં પંકજકુમાર શાહ પણ પોતાની મોટરસાઈકલ બપોરના ૦૩ વાગ્યાના આસપાસ બસ સ્ટેશન જૈન નસીયાની બાજુમાં લોક મારી પોતાની મોટરસાઈકલ પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને પણ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પણ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
મોટરસાઈકલ ચોરીનો ત્રીજાે બનાવ ફતેપુરા ફતેપુરા તાલુકાના મોટીનાદુકણ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી જુલાઈના રોજ મોટી નાદુકણ ગામ રહેતાં જયેશભાઈ ભુલાભાઈ પટેલે પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે જયેશભાઈ ભુલાભાઈ પટેલે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

